News of Tuesday, 30th June 2026
હવે નરીમાન પોઇન્ટ પર બનશે વર્લ્ડ ક્લાસ મરીના
મરીન ડ્રાઇવ પર બનશે ૧૩ લેનઃ ઓરેન્જ ગેટ ટનલ માટે દરિયામાં ૩૦૦ મીટર રોડનું વિસ્તરણ : દરિયામાં બનશે ૮ માળનું બિલ્ડિંગઃ સી-પ્લેનની મજા પણ માણી શકાશેઃ રેસ્ટોરાં, કેફે, હોટેલ, યોટ ક્લબ સાથે દરિયામાં બે સેવનસ્ટાર ફલોટિંગ હોટેલ પણ બનશે

મુંબઇ,તા.૩૦: મુંબઈના નજરાણામાં એકનો વધારો થાય એમ છે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટીએ હવે નરીમાન પોઇન્ટના દરિયામાં વર્લ્ડ ક્લાસ મરીના ઊભું કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે એણે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ પાસે મંજૂરી માગી છે.
આ પ્લાન હેઠળ સી-પ્લેનની ફેસિલિટી પણ મુંબઈગરાઓને મળી શકશે. સી-પ્લેનનું સીધું ટેકઑફ અને લેન્ડિંગ થઈ શકે એવી સુવિધા અહીં ઊભી કરવામાં આવશે. વળી આ પ્રોજેક્ટ હેઠળ ૮૦ યોટ અને બોટની પાર્કિગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. નરીમાન પોઇન્ટથી અંદર દરિયામાં બે નોટિકલ માઇલ પર બે સેવનસ્ટાર ફલોટિગ હોટેલ (ક્રૂઝ) ઊભી કરવાનો પ્લાન છે. એમાં ૫૩૦ લક્ઝરી રૂમ અને ૧૫૩૦ લોકો સાથે બેસીને જોઈ શકે એવું થિયેટર પણ હશે.
આ પ્રોજેક્ટ હેઠળ ફોરેન ટૂરિસ્ટ, ક્રૂઝ પરના કર્મચારીઓ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટે વન ગ્ણ્ધ્થી લઈને થ્રી BHK સુધીના ફલેટ ધરાવતું ૮ માળનું બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. એ માટે સમુદ્રમાં ૩૫,૦૦૦ ચોરસ મીટર ભરણી કરીને એ જગ્યા રીક્લેમ કરવામાં આવશે. એ માટે પણ કેન્દ્ર સરકારની મંજૂરી માગવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેસ્ટોરાં કેફે, હોટેલ, યોટ ક્લબ, એક્ઝિક્યુટિવ ક્લબ, હેલિપેડ, આર્ટ ગેલરી, એક્ઝિબેશન સેન્ટર, શોપિગ સેન્ટર અને પ્રીમિયમ રીટેલ સ્ટોર્સની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.
મરીન ડ્રાઇવ પર બનશે ૧૩ લેન ઑરેન્જ ગેટ ટનલ માટે દરિયામાં ૩૦૦ મીટર રોડનું વિસ્તરણ
મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને ચર્ની રોડ રેલવે સ્ટેશન નજીક મરીન ડ્રાઇવ ખાતે ૩૦૦ મીટરના પટ્ટામાં રોડને આઠ લેનમાંથી વધારીને ૧૩ લેન કરવાની મંજૂરી મળી ગઈ છે. નિર્માણાધીન ઑરેન્જ ગેટ ટુ મરીન ડ્રાઇવ ટનલમાંથી આવતાં-જતાં ટ્રાફિકને સમાવવા માટે દરિયામાં વિસ્તરણ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ટનલ હાલની આઠમાંથી ૬ લેનને આવરી લેશે જેના માટે જવાહર બાલ ભવન ખાતે ટનલના પ્રસ્તાવિત રેમ્પના સ્થળ નજીક પ્રોમનેડ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં છે. MMRDAએ ૧૨૦ મીટર લાંબો અને ૬૦ મીટર પહોળો નવો પ્રોમનેડ બનાવવાની યોજના ધરાવે છે. પ્રસ્તાવિત પ્રોમનેડ આશરે ૨૩૦૦ સ્ક્વેર મીટરનો હશે, જેમાંથી ૨૨૩૮ સ્ક્વેર મીટર સીઆરઝેડ ૧બી (CRZ 1B) એટલે કે ઇન્ટરટાઇડલ ઝોન વિસ્તારમાં આવે છે. એથી હજી પર્યાવરણ વિભાગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
