તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
હવે બાળકનું આધાર બનાવવા માટે માતા કે પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ જરૂરી
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ અનિવાર્ય બનાવાયું :બાળકનું આધાર બનાવતી વખતે માતા અથવા પિતાના ફિંગરપ્રિન્ટ અથવા આંખનું સ્કેન લેવામાં આવશે

નવી દિલ્હી :હવે બાળકોનું આધાર બનાવવાનો નિયમ બદલાઈ ગયો છે. હવે માત્ર જન્મ પ્રમાણપત્ર આપીને બાળકનું આધાર બની જશે એવો સમય ગયો… કારણ કે સરકારે હવે “હેડ ઓફ ફેમિલી” આધારિત નવી સિસ્ટમ લાગુ કરી છે.
સરળ ભાષામાં કહીએ તો… હવે બાળકનું આધાર બનાવવા માટે માતા કે પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ ફરજિયાત રહેશે. એટલું જ નહીં… હવે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ અનિવાર્ય બનાવાયું છે. અર્થાત્ બાળકનું આધાર બનાવતી વખતે માતા અથવા પિતાના ફિંગરપ્રિન્ટ અથવા આંખનું સ્કેન લેવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે… બાળકનું જન્મ પ્રમાણપત્ર હવે મુખ્ય દસ્તાવેજ ગણાશે. આ દસ્તાવેજથી બાળકની જન્મ તારીખ અને માતા-પિતાથી સંબંધની ચકાસણી થશે.
સૌપ્રથમ ખાતરી કરો કે માતા અથવા પિતામાંથી કોઈ એક પાસે માન્ય આધાર કાર્ડ હોવું જોઈએ. પછી બાળકનું જન્મ પ્રમાણપત્ર તૈયાર રાખવું.
ત્યારબાદ નજીકના આધાર સેન્ટર પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. તેમાં સરનામું પણ માતા-પિતાના આધાર મુજબ જ દાખલ કરવું પડશે.
ખાસ વાત એ છે કે… 5 વર્ષથી નાના બાળકોના ફિંગરપ્રિન્ટ કે આઈ સ્કેન લેવામાં આવતા નથી. તેના બદલે માતા કે પિતાનું બાયોમેટ્રિક લેવામાં આવશે.
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને રસીદ મળશે અને થોડા દિવસોમાં આધાર કાર્ડ તમારા સરનામે આવી જશે. સાથે સાથે હવે બાળકની આધાર પ્રોફાઇલને મોબાઇલ એપ સાથે પણ લિંક કરી શકાશે.
સ્કૂલ એડમિશન હોય… પાસપોર્ટ બનાવવો હોય… બેંક ખાતું ખોલાવવું હોય કે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી સ્કીમનો લાભ લેવો હોય… બાળકોનું આધાર હવે લગભગ દરેક જગ્યાએ જરૂરી બની ગયું છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
