News of Tuesday, 15th September 2026
હવે નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ : નવ લોકોનાં મોત, અનેક બીમાર
અજ્ઞાત કે બિન-અધિકળતસ્ત્રોતોમાંથી મળતા દારૂ ન પીવા પોલીસની અપીલ

કોહિમા, તા. ૧પ : નાગાલેન્ડના તુએન્સંગ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયા છે. આ ઘટના બાદ રાજ્ય પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને અજ્ઞાત કે બિન-અધિકળતસ્ત્રોતોમાંથી મળતા દારૂનું સેવન ન કરવા અપીલ કરી છે. અનેક લોકો બીમાર હોવાથી મળત્યુઆંક વધી શકે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પીડિતોએ શંકાસ્પદ ભેળસેળયુક્ત દારૂનું સેવન કર્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમનાં મોત નીપજ્યાં હતાં. જોકે, આ લોકોના મોત ખરેખર ઝેરી દારુ પીવાથી થયા છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ નાગાલેન્ડના ડીજીપી રૂપીન શર્માએ જણાવ્યું કે પીડિતો શંકાસ્પદ ઝેરી દારૂનો ભોગ બન્યા હોવાનું મનાય છે. અમને ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ તુએન્સંગ ટાઉન અને ચેડાંગ સેડલ ખાતે કુલ નવ લોકોનાં મોત થયાની માહિતી મળી છે. હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, તમામ પીડિતોના મળત્યુનો સીધો કે આડકતરી રીતે દારૂના સેવન સાથે સંબંધ છે અને તે મુજબ તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દારૂ વેચનારના પરિવારના એક સભ્યનું કથિત રીતે ગળેફાંસો ખાવાથી મોત થયું હતું, અને આ મળત્યુના મામલાની આત્મહત્યાના શંકાસ્પદ કેસ તરીકે અલગથી તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મોટાભાગના કેસોમાં મળતકોએ ધૂંધળું દેખાવું, માથાનો તીવ્ર દુખાવો, ચક્કર આવવા, ઉબકા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
