News of Friday, 13th November 2026
હવે સિગારેટનો કસ ખેંચવો પડશે મોંઘોઃ ભાવ વધારો
સિગારેટનો કસ ખેંચનાર લોકો માટે આંચકારૂપ સમાચાર : દેશની સૌથી મોટી એફએમસીજી અને ટોબેકો કંપની આઈટીસીએ પોતાની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી સિગારેટ બ્રાન્ડ, ગોલ્ડ ફલેકની કિંમતમાં વધારો કર્યો

નવી દિલ્હી તા.૧૩: સિગારેટનો કસ ખેંચનાર લોકો માટે આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી એફએમસીજી અને ટોબેકો કંપની આઈટીસીએ પોતાની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી સિગારેટ બ્રાન્ડ, ગોલ્ડ ફલેકની (Gold Flake) કિમતમાં વધારો કર્યો છે. જો તમે પણ આ બ્રાન્ડના રેગ્યુલર ગ્રાહક છો, તો હવે તમારે પોતાનું ખિસ્સું વધુ ઢીલું કરવું પડશે. કંપનીએ તત્કાલિક પ્રભાવથી Gold Flake RSFT (69 mm)ના ભાવ વધારી દીધા છે.
ITCએ Gold Flake RSFT (69 mm)ના એક પેકેટની કિમત સીધી ૧૦ રૂપિયા વધારી દીધી છે. આ નવા ભાવ વધારાથી જે પેકેટ પહેલા બજારમાં ૧૨૫ રૂપિયે મળતું હતું, તેના માટે હવે ગ્રાહકોએ ૧૩૫ રૂપિયા ચૂકવવા પડશે. આ બ્રાન્ડની કિમતમાં આશરે ૮ ટકાનો ઉછાળો આવ્યો છે.
સિગારેટની કિમતમાં વધારો કરવા પાછળના મુખ્ય કારણમાં સરકાર તરફથી ટેક્સ અને ડ્યૂટીમાં કરવામાં આવેલા ભારે ફેરફાર છે. સરકારે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટી અને ભારે એક્સાઇઝ ડ્યૂટી લાગુ કરી હતી. આ ભારેભરખમ ટેક્સ વધારાથી એ સ્પષ્ટ હતું કે કંપનીઓ પોતાનો ખર્ચ કાઢવા માટે ગ્રાહકો પર તેનો બોજ નાખશે. ટેક્સ વધવાથી કંપનીની મેન્યુફેક્ચરિગ કોસ્ટ વધી છે, જેને કવર કરવા માટે આઈટીસીએ પોતાની સૌથી વધુ વેચાતી સિગારેટની કિમતોમાં ફેરફાર કર્યા છે.
ગોલ્ડ ફલેક ભારતમાં સૌથી વધુ વેચાતી સિગારેટ બ્રાન્ડ્સમાંથી એક છે. ૧૦ રૂપિયા પ્રતિ પેકેટનો વધારો ભલે સાંભળવામાં નાનો લાગે, પરંતુ જે લોકો તેના ડેઇલી ગ્રાહક છે, તેના મહિનાના બજેટમાં ૩૦૦ રૂપિયાથી ૬૦૦ રૂપિયા સુધી વધારાનો બોજ પડશે.
બીજી બાજુ આઈટીસીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ટેક્સનો બોજ ગ્રાહક પર પાસ ઓન કરવાથી કંપની પોતાના પ્રોફિટ માર્જિનને સુરક્ષિત રાખી શકશે. સિગારેટ સેગમેન્ટ આઈટીસીના કૂલ રેવેન્યૂનો એક મોટો ભાગ છે, એટલે આ નિર્ણય કંપનીના બિઝનેસ માટે ઘણો મહત્વપૂર્ણ છે. માર્કેટના જાણકારોનું માનવું છે કે, આઈટીસીના આ પગલાને જોતા આગામી દિવસોમાં બીજી તંબાકુ કંપનીઓ પણ પોતાના સિગારેટ બ્રાન્ડ્સના ભાવ વધારવાનું વિચારી શકે છે. રિટેલ માર્કેટમાં નવો સ્ટોક ૧૩૫ રૂપિયાની નવી પ્રિન્ટ રેટ સાથે પહોંચવાનો શરૂ થઈ ગયો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
