News of Tuesday, 8th September 2026
ન હોય! દિલ્હીમાં હોટેલના એક રૂમનું ભાડું રૂ.૧૪૦૦૦૦૦
દિલ્હીમાં BRICS સમિટની તૈયારીઓ વચ્ચે રાજધાનીના લક્ઝરી હોટેલ સેક્ટરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે : વિદેશી ડેલિગેશનની યજમાની માટે હોટેલો તૈયાર

નવી દિલ્હી,તા.૮: દિલ્હીમાં ૨૦૨૬ના ૧૮મા BRICS સમિટની તૈયારીઓ વચ્ચે રાજધાનીના લક્ઝરી હોટેલ સેક્ટરમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દુનિયાભરના રાષ્ટ્રપતિઓ, વિદેશી રાજદ્વારીઓ અને મોટા પ્રતિનિધિમંડળોના આગમનની સંભાવનાને કારણે ફાઇવ સ્ટાર હોટેલોની માંગ વધી છે. તેની અસર રૂમના ભાડા પર પણ પડી છે અને કેટલીક પ્રેસિડેન્શિયલ તથા સુપર લક્ઝરી હોટેલના એક રૂમના એક રાતનું ભાડું ૧૪ લાખ રૂપિયા સુધી પણ પહોંચ્યું છે.
ટ્રાવેલ પ્લેટફોર્મ ત્હૃશંિંના જણાવ્યા મુજબ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલો માટેની સર્ચમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે. અનેક હોટેલમાં રૂમના ભાડામાં અઠવાડિયાના ધોરણે ૧૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. ખાસ કરીને ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરની આસપાસ હોટેલ રૂમની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
દિલ્હીની કેટલીક હોટેલો આ તારીખો માટે સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે. જ્યાં રૂમ ઉપલબ્ધ છે ત્યાં એક રાતનું ભાડું લગભગ રૂ.૧ લાખથી શરૂ થઈને રૂ.૨.૪ લાખ સુધી પહોંચી ગયું છે. જ્યારે લુટિયન્સ દિલ્હી અને એરોસિટીની કેટલીક પ્રીમિયમ હોટેલ્સમાં પ્રેસિડેન્શિયલ અને સુપર લક્ઝરી સ્યુટ્સના દર ?૧૪ લાખ સુધી પહોંચ્યા છે.
વિદેશી મહેમાનોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ તથા વિદેશ મંત્રાલયે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોટેલોના મોટા હિસ્સાને અગાઉથી રિઝર્વ કર્યો છે. આ કારણે સામાન્ય પ્રવાસીઓ માટે ટોચની હોટેલોમાં રૂમ મેળવવો મુશ્કેલ બન્યો છે. તેની અસર ફઘ્ય્ અને ગુરુગ્રામની પ્રીમિયમ હોટેલ્સ પર પણ જોવા મળી રહી છે.
દેશની રાજધાનીની મોટી હોટેલો વિદેશી પ્રતિનિધિમંડળોની યજમાની માટે તૈયાર થઈ રહી છે. The LaLiT New Delhiમાં દક્ષિણ આફ્રિકા, બુરુન્ડી અને શ્ખ્ચ્ સહિતના દેશોના પ્રતિનિધિઓ રોકાય તેવી શક્યતા છે. હોટેલ મેનેજમેન્ટ મુજબ ગ્ય્ત્ઘ્લ્ને કારણે રૂમની માંગમાં અસાધારણ વધારો થયો છે અને કેટલાક રૂમ સામાન્ય દર કરતાં આશરે ૩૦ ટકા વધુ ભાવે ઉપલબ્ધ છે. કુલ મળીને બ્રિક્સ સમિટથી દિલ્હીના હોટેલ બિઝનેસને મોટો બૂસ્ટ મળ્યો છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
