News of Wednesday, 25th November 2026
પંડિત નહીં, સાત ફેરા નહીં અને મુહૂર્ત પણ નહીં, સંવિધાન હાથમાં લઈ વર-કન્યાએ લગ્ન કર્યા
લગ્ન સમારંભ દરમ્યાન વર-કન્યાએ સંવિધાનની કોપી હાથમાં લીધી અને સાથે જીવવા-મરવાની કસમો ખાધી હિમાચલ પ્રદેશમા અનોખા લગ્ન

નાહન તા.૨૫: હિમાચલ પ્રદેશમાં પણ લગ્નની સિઝન ચાલી રહી છે. આવા સમયે કેટલાય લગ્નો થઈ રહ્યા છે. જેની ચર્ચા દેશભરમાં થતી રહેતી હોય છે. તાજેતરનો મામલો સિરમૌર જિલ્લાના શિલાઈના કફોટાનો છે. જ્યાં એક કપલે કોઈ પણ પંડિત કે મંત્રોચ્ચારણ વિના સંવિધાનને સાક્ષી માનીને લગ્ન કર્યા છે.
જાણકારી અનુસાર, શિલાઈના કફોટા ધાડમા ગામના રહેવાસી સુરેન્દ્ર સિહ ધર્મા વ્યવસાયે વકીલ છે. તેઓ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરથી પ્રભાવિત છે અને આ જ કારણે તેમણે પોતાના લગ્ન અલગ રીતે કરવાનો નિર્ણય લીધો અને પછી હેમલતા સાથે લગ્ન કર્યા.
સુરેન્દ્રએ બાબા સાહેબના વિચારોથી પ્રભાવિત થઈને નથી તો સાત ફેરા લીધા કે નથી પંડિત અથવા કોઈ બીજા મુહૂર્ત જોઈ સાત ફેરા લીધા. સુરેન્દ્રની દુલ્હન હેમલતા શિમલાના કુપવીના ટંડાઈની રહેવાસી છે. વર-વધૂએ લગ્ન માટે કોઈ પંડિત પાસે મુહૂર્ત પણ નથી જોવડાવ્યા અને બંને આપસી સહમતીથી ગુરુપર્વનો દિવસ પસંદ કર્યો અને લગ્ન કર્યા છે.
લગ્ન સમારંભ દરમ્યાન વર-કન્યાએ સંવિધાનની કોપી હાથમાં લીધી અને સાથે જીવવા-મરવાની કસમો ખાધી. સુરેન્દ્ર જણાવે છે કે લગ્ન બે વ્યક્તિ અને પરિવારનું મિલન હોય છે. એટલા માટે ખાસ કોઈ મુહૂર્ત, પરંપરાગત કર્મકાંડ અથવા આડંબરને જરૂરી માનતા નથી. કહેવાય છે કે લગ્ન દરમ્યાન સુરેન્દ્રએ સ્થાનિક પરંપરાઓ માની અને જાન લઈને ગયા. વિવાહ સમારંભમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નવદંપતિને સુખદ વૈવાહિક જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા.
૧૬ મે વર્ષ ૨૦૨૩ના રોજ પણ સિરમૌર જિલ્લામાં આવા જ એક લગ્ન થયા હતા. ડોબરી સાલવાલા પંચાયતના સાલવાલામાં લગ્નની ચર્ચા હિમાચલમાં થઈ હતી. આ દરમ્યાન ગાવ પોકા પંચાયતના ધમૌન ગામમાંથી આવી હતી અને તેમણે કોઈ પણ પંડિત કે મુહૂર્ત વિના સંવિધાનની કોપીને સાક્ષી માનીને લગ્ન કર્યા હતા. અહીં હિન્દુ રીતિ-રિવાજ અનુસાર, સાત ફેરા નહોતા લીધા, પણ સંવિધાન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની તસવીર તથા સંવિધાનની બુકને સાક્ષી માનીને એક બીજાને વરમાળા પહેરાવી હતી.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
