હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
ઉત્તર કોરિયાની હથિયારોની રેસ

વિશ્વમાં હથિયારોની રેસ આગળ વધી રહી છે. અનેક દેશોની જનતાને બે ટંક ખાવા નથી મળી રહ્યું અને વિશ્વના ટોચના નેતાઓ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ડિફેન્સ સેક્ટર પાછળ લખલૂટ ખર્ચ કરી રહ્યા છે. ચીને તો જાણે ઉત્તર કોરિયાને ડરાવવાની ફ્રેન્ચાઈઝી આપી હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર કોરિયામાં કોઈ એવી મોટી ઈન્ડસ્ટ્રી નથી કે નથી તેની ઈકોનોમી એવી સદ્ધર કે, હથિયારો પાછળ મોટાપાયે ખર્ચ કરી શકે. તેમ છતાં તેઓ મોર્ડન ટેકનોલોજી સાથેની મિસાઈલ્સ અને ડ્રોન્સ સાથે પડોશી દેશ દક્ષિણ કોરિયાને ડરાવી રહ્યા છે. વિશ્વના રાજકારણમાં ઉત્તર કોરિયાનો કિમ જોંગ ઉન ઘણાનો પ્રેરણાષોત બન્યો છે. કિમ જોંગ ઉને દેશ પ્રગતિ કરે ન કરે પરંતુ, હથિયારો મારફતે વર્ચસ્વ સ્થાપિત કરવાનું નવું રાજકીય મોડલ રજૂ કર્યું છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
