<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

દિલ્લી-NCRમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત : અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

દિલ્લી એરપોર્ટ પર અનેક ઉડાનોમાં વિલંબ થયો: એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી

નવી દિલ્હી : દિલ્લી-NCRમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દિલ્લીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ખરાબ હવામાનની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી છે અને દિલ્લી એરપોર્ટ પર અનેક ઉડાનોમાં વિલંબ થયો છે. એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિક વ્યવસ્થા અને વાહનવ્યવહાર પર પણ અસર પડી હોવાનું સામે આવ્યું છે

(8:10 PM IST)