તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
યુક્રેનમાં યુદ્ધ નહીં, સંવાદથી શાંતિનો માર્ગ ખૂલેઃ ભારતની કૂટનીતિક ભૂમિકાને રશિયાએ ખુલ્લું અને મજબૂત સમર્થન આપ્યું

મોસ્કોઃ યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારત દ્વારા કરવામાં આવતા કોઈપણ પ્રયાસને રશિયા આવકારશે તેમ ક્રેમલિને જણાવ્યું છે. રશિયાના જણાવ્યા પ્રમાણે, સંવાદ અને કૂટનીતિથી વિવાદ ઉકેલવાની મોસ્કોની નીતિ ભારતના વલણ સાથે સુસંગત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ યુદ્ધક્ષેત્રમાં કોઈ ઉકેલ નહીં મળે અને બંને પક્ષોએ વાટાઘાટોનો માર્ગ અપનાવવો જોઈએ એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. યુક્રેન યુદ્ધ લાંબું ખેંચાતાં વૈશ્વિક ઊર્જા પુરવઠો, ખાદ્ય સુરક્ષા અને અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડી છે.
રશિયાએ ભારત સાથે વેપાર, રોકાણ, ઊર્જા, પરમાણુ સહકાર અને અત્યાધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાની તૈયારી દર્શાવી છે. રશિયન સેનામાં જોડાયેલા ભારતીય નાગરિકોને શોધીને સ્વદેશ મોકલવાના મુદ્દે પણ બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આગામી મોદી–પુતિન બેઠકમાં યુક્રેન યુદ્ધ અને શાંતિપ્રયાસો મહત્ત્વનો મુદ્દો બનવાની ધારણા છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
