<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીઓમાં કોઈ કસર નહીં છોડી : મુક્ત અને ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે પ્રતિબદ્ધ :જ્ઞાનેશ કુમાર

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દરેક મતદાર નિર્ભયતાથી પોતાનો મતદાન કરશે

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીઓમાં કોઈ કસર છોડશે નહીં. અમે મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે પ્રતિબદ્ધ છીએ. આમાં એવી ચૂંટણીઓનો સમાવેશ થાય છે જે ભય, હિંસા, ધાકધમકી, પ્રલોભન, છેડછાડ, બૂથ જામિંગ, સોર્સ જામિંગથી મુક્ત હોય અને રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ અથવા સ્વાયત્ત સંસ્થાઓના કોઈપણ કર્મચારી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત ન કરે. પશ્ચિમ બંગાળમાં દરેક મતદાર નિર્ભયતાથી પોતાનો મતદાન કરશે.

(1:15 AM IST)