<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

એરલાઇન વ્યવસાયમાં જોડાવાની કોઈ યોજના નથી : અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : સમાચાર માધ્યમોમાં અદાણી ગ્રુપ એરલાઈન શરૂ કરવાની યોજના વિચારી રહ્યું હોવાના અહેવાલોને અદાણી ગ્રુપ દ્વારા સત્તાવાર રદ્દિયો આપવામાં આવ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા ઈમેઈલ ના માધ્યમથી આ સમાચારને પાયા વિહોણા ગણાવાયા છે. અદાણી ગ્રુપ દ્વારા મોકલવામાં આવેલ આ ઈમેઈલ. “અમે તાજેતરના મીડિયા અહેવાલો અને બજારની અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢવા માંગીએ છીએ કે અદાણી એન્ટરપ્રાઇઝિસ એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને તથ્યહીન રીતે ખોટા છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ એરલાઇન વ્યવસાયમાં પ્રવેશવાના કોઈપણ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી રહી નથી."તેમ

પ્રવક્તા, અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ એ જણાવ્યું છે.

(1:23 PM IST)