તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
કોઈ કોઈનું નથી વ્હાલા!કરવા ચોથ પહેલા ૫ બાળકોની મા ૩ બાળકોના પિતા સાથે ભાગી ગઈ
એક સનસનીખેજ પ્રેમ પ્રસંગનો કિસ્સો સામે આવ્યો

બારાબંકી તા.૨૪: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં કરવાચોથ પહેલા એક સનસનીખેજ પ્રેમ પ્રસંગનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. હકીકતમાં જોઈએ તો, અહીં એક મહિલા અને પુરુષ ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર, બંને ૮ ઓક્ટોબરના રોજ પોતપોતાના ઘરેથી અચાનક ગુમ થયા હતા. કહેવાય છે કે આ બંને વચ્ચે કથિત રીતે પ્રેમ પ્રસંગ હતો.
આ સમગ્ર મામલો બારાબંકી જિલ્લાના નવાબગંજ તાલુકાનો છે. અહીં અમિત ગુપ્તાના લગ્ન લગભગ ૧૫ વર્ષ પહેલા અનિતા દેવી સાથે થયા હતા અને તેમના ૩ સંતાનો પણ છે. વળી નીલમ ૫ બાળકોની મા હોવાનું કહેવાય છે. પરિવારનો આરોપ છે કે બંને ઘરેથી જતી વખતે રોકડા રૂપિયા અને દાગીના પણ સાથે લઈ ગયા છે. જો કે આ આરોપોની પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે. પણ આ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે.
વળી બંને એક સાથે ગુમ થવાથી પરિવારના લોકો પણ ટેન્શનમાં છે. પાછળ છૂટેલા ૮ બાળકોની દેખરેખ અને ભવિષ્યને લઈ પણ ચિતા થવા લાગી છે. પરિવારે પોલીસને બંનેને શોધી લાવવા માટે આજીજી કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બંનેના મોબાઈલ ફોન બંધ હોવાના કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આ દરમ્યાન તેમના બાળકો પણ ચિતિત દેખાઈ રહ્યા છે.
જ્યાં એક તરફ પત્ની અનિતા પોતાના ત્રણ બાળકો સાથે પતિને શોધી રહી છે, વળી અનિલ ગૌતમ પણ પોલીસ પાસે વિનંતી કરી રહ્યો છે કે તેની પત્નીને જલદી શોધી લાવી આપે. જેથી ૫ બાળકોના માથેથી માતાનો છાયો ઉઠી ન જાય. પરિવારે જણાવ્યું છે કે બંનેના મોબાઈલ બંધ છે અને તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
હવે અનિતા પણ પોતાના ત્રણ બાળકો સાથે પતિને શોધી રહી છે, વળી અનિલ ગૌતમ પણ પોતાની પત્ની નીલમ અને પાંચ બાળકોના ભવિષ્યને લઈ ટેન્શનમાં છે. પરિવારના જણાવ્યા અનુસાર, બંનેના મોબાઈલ ફોન બંધ છે અને લગભગ ૧૫ દિવસથી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. એક તરફ પાંચ બાળકોના પિતા પોતાની પત્નીને શોધી રહ્યા છે, તો વળી બીજી તરફ ત્રણ બાળકોની માતા પોતાના પતિની રાહ જોઈ રહી છે. આ મામલો હવે આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
