તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 29th July 2026
આવી ઘરવાળી કોઈને ન મળે! ૧૫ વર્ષના સંબંધ પર ભારે પડયો ઈન્સ્ટાગ્રામનો લવ, ૩ બાળકોને છોડી પ્રેમી સાથે ભાગી ગઈ
૧૫ વર્ષનો સાથ, ત્રણ માસૂમ બાળકો, પછી ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને એક દોસ્તીએ આખા પરિવારને વિખેરી નાખ્યો : બાળકો રડતા રહ્યા.... માએ સાથે આવવાની ના પાડી દીધીઃ ટ્રેનમાં રડતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

લખીમપુર ખીરી તા.૨૯: ૧૫ વર્ષનો સાથ, ત્રણ માસૂમ બાળકો, પછી ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને એક દોસ્તીએ આખા પરિવારને વિખેરી નાખ્યો. બિહારથી પોતાની પત્નીને મનાવવા માટે લખીમપુર ખીરી પહોંચેલા પતિની દરેક કોશિશ નિષ્ફળ રહી. પંચાયત થઈ, પોલીસ બોલાવી, પણ માએ બાળકો સાથે પરત ફરવા અને અપનાવવાની ના પાડી દીધી. હવે ટ્રેનમાં રડતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાંથી સામે આવ્યો છે. આ કહાની સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તૂટતા સંબંધોની દર્દનાક તસવીર રજૂ કરે છે.
હકીકતમાં જોઈએ તો, બિહારના ખગડિયાના રહેવાસી પુષ્પેન્દ્રએ લગભગ ૧૫ વર્ષ પહેલા લવલી દેવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો પણ છે. પરિવાર સામાન્ય જિંદગી જીવી રહ્યો હતો. પણ આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર લખીમપુર ખીરીના સિકંદરાબાદના રહેવાસી પવન કુમાર સાથે લવલીને દોસ્તી થઈ ગઈ. જે બાદમાં પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ.
કહેવાય છે કે, લવલી પોતાના પતિ અને ત્રણ બાળકોને છોડી લખીમપુર ખીરી પહોંચી ગઈ અને પવન કુમાર સાથે રહેવા લાગી. જ્યારે આ વાતની જાણકારી પતિ પુષ્પેન્દ્રને થઈ તો તે પોતાના ત્રણ બાળકોને લઈ બિહારથી લખીમપુર ખીરી પહોંચી ગયો. ગામના પૂર્વ સરપંચની હાજરીમાં પંચાયત બેઠી, પતિએ પરિવારને બચાવવા માટે ભારે મથામણ કરી. બાળકોએ પણ માને ઘણી વિનંતી કરી, પણ તમામ કોશિશો બેકાર ગઈ. પછી તો આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. પણ કોઈ સમાધાન નીકળ્યું નહીં.
પોલીસ અને ગ્રામિણોના જણાવ્યા અનુસાર, મહિલાના પુખ્ત હોવાના કારણે તે પોતાની ઈચ્છાથી જ્યાં ઈચ્છે ત્યાં સ્વતંત્ર રહી શકે છે. ત્યાર બાદ લવલી પોતાના કથિત પ્રેમી સાથે જતી રહી. જ્યારે પતિ ત્રણ બાળકોને લઈ પાછો બિહાર આવી ગયો. બિહાર પરત ફરતા ટ્રેનમાં બેઠેલા પુષ્પેન્દ્રે પોતાના ત્રણ બાળકો સાથે વીડિયો રેકોર્ડ કર્યો. વીડિયોમાં બાળકો માને યાદ કરી પોક મૂકીને રડતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ભાવુક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મામલો ખાલી એક પરિવારની કહાની નથી, પણ સોશિયલ મીડિયાના યુગમાં બદલાતા સંબંધ અને તેનાથી સૌથી વધારે પ્રભાવિત થનારા બાળકોની પીડાને સામે લાવે છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
