તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
પોલીસ કે કોઈ પણ તાનાશાહી આ યુવાનોના બુલંદ અવાજને ડરાવી કે દબાવી શકી નથી: દિલ્હીના આંદોલન પર ઈસુદાન ગઢવીનું નિવેદન
તેમણે જણાવ્યું હતું કે, દેશના જાગૃત અને લાખો 'GenZ' યુવાનોએ ૨૦ જુલાઈના દિવસને એક ઐતિહાસિક દિવસ બનાવી દીધો છે.

દિલ્હી ખાતે યોજાયેલા આંદોલન અને પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના જાગૃત અને લાખો 'GenZ' યુવાનોએ ૨૦ જુલાઈના દિવસને એક ઐતિહાસિક દિવસ બનાવી દીધો છે. પોલીસ કે કોઈ પણ તાનાશાહી આ યુવાનોના બુલંદ અવાજને ડરાવી કે દબાવી શકી નથી.
પેપર લીકની ઘટનાઓથી નારાજગી વ્યક્ત કરતા ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, સતત પેપર લીક થવાના કારણે દેશના કરોડો પીડિત પરિવાર અને યુવાનોના ઘરોમાં માતમ છવાઈ ગયો છે. અત્યાર સુધીમાં ૨૫થી પણ વધુ પેપર લીકના બનાવો બનવા છતાં હજુ સુધી કોઈ સામે કડક સજાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી ગંભીર બેદરકારીઓ છતાં શિક્ષણ મંત્રીનું રાજીનામું કેમ લેવામાં આવતું નથી?
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
