તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 3rd June 2026
સમાચારો ઉડતી નજરે

* વેનેઝુએલાની કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ આજે પાંચ દિવસના ભારતના પ્રવાસે આવી પહોંચ્યા છે
* ઈરાને કુવૈત, ઇરાક અને બહેરીન એમ ત્રણ દેશો ઉપર એકસાથે સંખ્યાબંધ મિસાઈલો છોડી છે, તો અમેરિકાએ ઈરાનના કેશ્મ આઇલેન્ડ આસપાસ અનેક મિસાયેલો છોડી વળતો પ્રહાર કર્યો છે, જેના પ્રચંડ વિસ્ફોટો સાંભળવા મળ્યા છે
* રાજ્યના ૬ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપ્યો છે. સંજય મોદીને ગુજરાત ટ્રાઈબલ ડેવ. કોર્પો.ના એક્ઝિ. ડિરેક્ટર, યોગેશ નિરગુડેને ગાંધીનગર ડીડીઓ અને રચિત રાજને અનરિઝર્વ્ડ એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ કોર્પો.ના એમડીનો ચાર્જ અપાયો જ્યારે એસ. ડી. તાબિયારને ડાંગ ડીડીઓ અને એચ. પી. જોષીને દેવભૂમિ દ્વારકા ડીડીઓ તરીકેની વધારાની જવાબદારી સોંપી
* ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
* અમેરિકાએ ફરી ભારતનું ટેન્શન વધાર્યું, રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની છૂટ વહેલી તકેસમાપ્ત કરવાની તૈયારી
* ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ગઈ રાત્રે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસે આખી રાત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૩૨૦થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
* અલ નિનોના કારણે વિશ્વભરમાં ચોમાસું નબળું રહેશે ચોમાસા ઉપર સંકટના ઘેરા વાદળો ઘેરાયા: વિશ્વ હવામાન સંગઠન (ડબલ્યુએમઓ)ની ચેતવણી
* પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર તાલીબાની આતંકીઓ ઠાર મરાયા
* ભારત સહિત ૬૦ દેશો પર નવા ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા: ખાસ પ્લાન તૈયાર
* મમતાના ૫૦ બળવાખોર ધારાસભ્યો ઋત્વ્રતને વિરોધ પક્ષના નેતા બનાવશે,
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
