તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 18મી તિબેટીયન સંસદના નવા ચૂંટાયેલા સભ્યોએ લીધા શપથ
ધર્મશાલા ખાતે દેશનિકાલમાં રહેલી 18મી તિબેટીયન સંસદના નવા ચૂંટાયેલા સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો

હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે દેશનિકાલમાં રહેલી 18મી તિબેટીયન સંસદના નવા ચૂંટાયેલા સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો છે. આ લોકશાહી પ્રક્રિયા અંતર્ગત વિશ્વભરમાં વસતા તિબેટીયન સમુદાય દ્વારા ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓએ સત્તાવાર રીતે પોતાના પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. તિબેટીયન વહીવટી તંત્રના વડા મથક ગણાતા ધર્મશાલામાં યોજાયેલો આ કાર્યક્રમ વૈશ્વિક સ્તરે તિબેટની સ્વાયત્તતા અને તેમની લોકશાહી પ્રણાલીને મજબૂત કરવાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પહેલાં વચગાળાના સ્પીકરે સુપ્રીમ જસ્ટિસ કમિશનર યેશી વાંગમો સમક્ષ શપથ લીધા હતા આ વખતની ૧૮મી સંસદમાં કુલ ૪૫ સભ્યોમાંથી ૧૭ થી ૧૮ જેટલા નવા સભ્યો (નવા ચહેરા) ચૂંટાઈને આવ્યા છે
શપથ વિધિ પૂર્ણ થયા બાદ સંસદના સભ્યો દ્વારા ડોલ્મા ત્સેરિંગ તેખાંગને સ્પીકર અને ખેનપો સોનમ તેનફેલને ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
