તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
અમેરિકાના નવા પ્રતિબંધ કાયદાથી ભારતીય ઊર્જા ક્ષેત્રમાં હલચલ: રશિયન તેલ ખરીદતા દેશો પર ૧૦૦% ટેરિફ લાદવાની જોગવાઈ પર કેન્દ્ર સરકાર એલર્ટ
પીયૂષ ગોયલે કહ્યું- "અમેરિકી કાયદાની વિગતોનો અભ્યાસ કરી રહ્યા છીએ, યોગ્ય સમયે લેવાશે નિર્ણય": ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો પણ ચાલુ

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન સામેના પ્રતિબંધોને વધુ કડક બનાવતા તાજેતરમાં જ 'લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ૨૦૨૬' પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદા હેઠળ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦% સુધીનો જંગી આયાત ટેરિફ လાદવાની યુએસ વહીવટીતંત્રને સત્તા આપવામાં આવી છે. રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા આયાતકારોમાંથી એક એવા ભારત માટે આ કાયદો અત્યંત સંવેદનશીલ બની રહ્યો છે. આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે સ્પષ્ટતા કરી છે કે ભારત આ નવા યુએસ કાયદાની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે અને તેનો ઊંડો સમીક્ષા આંકલન કર્યા બાદ જ કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવશે.
ગોયલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમેરિકી કાયદાની વિગતો હવે બહાર આવી રહી છે. અમે તેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું અને યોગ્ય સમયે આ ગંભીર મુદ્દા પર આગળની ચર્ચા કરીશું." નોંધનીય છે કે, ૧૦૦% સુધીનો આ ટેરિફ આપમેળે લાગુ થશે નહીં, પરંતુ તે યુએસ પ્રમુખ અને તેમના વહીવટીતંત્રના નિર્ણયો પર નિર્ભર રહેશે. જોકે, આ કાયદાની કોઈ પણ સંભવિત અસર ભારતની ઊર્જા સુરક્ષા અને અમેરિકા સાથેના વ્યાપક આર્થિક અને વેપારી સંબંધો પર સીધી પડી શકે છે.
જી૨૦ બેઠકમાં યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સાથે ગોયલની યોજાશે મુલાકાત
એક તરફ અમેરિકાના પ્રતિબંધોનો પડછાયો છે, તો બીજી તરફ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટો પણ પૂરજોશમાં ચાલુ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આ મહિનાના અંતમાં મિલવૌકી ખાતે યોજાનારી G20 વેપાર મંત્રી સ્તરની બેઠક દરમિયાન યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર સાથે દ્વિપક્ષીય બેઠક કરે તેવી પ્રબળ શક્યતા છે. ભારત દેશની ઊર્જા પ્રાથમિકતાઓને જાળવી રાખીને બદલાતા વૈશ્વિક આર્થિક સમીકરણો વચ્ચે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
