<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

પાકિસ્તાન તરફથી ભારતની સુરક્ષા માટે નવો અને ગંભીર ખતરો: ચીનની મદદથી તૈયાર થયેલી હેંગોર-ક્લાસની પ્રથમ સબમરીનને નૌકાદળમાં સામેલ કરવામાં આવતા બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં તણાવ વધ્યો

પાકિસ્તાની નૌકાદળના આધુનિકીકરણથી ઉત્તર હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ગુપ્ત મિલિટરી ઓપરેશનો ચલાવવાની ક્ષમતામાં મોટો વધારો: ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે દરિયાઈ સીમાએ નવા વ્યૂહાત્મક પડકારો ઉભા થયા

નવી દિલ્હી : પાડોશી દેશ પાકિસ્તાનની મિલિટરી ગતિવિધિઓ અને દરિયાઈ વિસ્તારોમાંથી ભારતની સુરક્ષાને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન દ્વારા પોતાની નૌકાદળ (નેવી) ના આધુનિકીકરણની પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવી દેવામાં આવી છે. આ રણનીતિના ભાગરૂપે ચીનની સહાયથી નિર્માણ પામેલી અત્યાધુનિક 'હેંગોર-ક્લાસ' (Hangor-class) ની પ્રથમ સબમરીનને સત્તાવાર રીતે પાકિસ્તાની કાફલામાં સામેલ કરી દેવામાં આવી છે, જેના કારણે દરિયાઈ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
દેશના રક્ષણ અને વ્યૂહાત્મક મામલાના નિષ્ણાતોના મતે, પાકિસ્તાનનો આ નવો નૌકાદળ કાફલો ઉત્તર હિંદ મહાસાગર તેમજ સંવેદનશીલ બંગાળની ખાડીના ક્ષેત્રમાં ગુપ્ત અને ખતરનાક ઓપરેશનો અંજામ આપવાની પાકિસ્તાનની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે. ચીન જેવા સહયોગી દેશની ટેકનોલોજીની મદદથી તૈયાર થયેલી આ સબમરીનો લાંબા સમય સુધી પાણીની અંદર છુપાઈ રહેવા અને દુશ્મન દેશની ગતિવિધિઓ પર નજર રાખવામાં સક્ષમ છે. આનાથી ભારતીય દરિયાઈ સીમાઓ અને દરિયાકાંઠાની સુરક્ષા સામે નવા તેમજ ગંભીર વ્યૂહાત્મક પડકારો ઊભા થયા છે, જેને લઈને ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા પણ સઘન સમીક્ષા શરૂ કરવામાં આવી છે.

(1:11 PM IST)