News of Saturday, 28th November 2026
ATMમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમ લાગૂ થયા
RBIએ રદ કર્યા જૂના તમામ આદેશઃ નિયમ તમામ કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો સહિત તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ પર પણ લાગુ થશે

નવી દિલ્હી,તા.૨૮: રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ વર્ષ ૨૦૦૮થી ૨૦૨૨ની વચ્ચે જાહેર થયેલા તમામ સર્કુલરને રદ કરતા એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમ લાગૂ કરી દીધા છે. આરબીઆઈએ ૨૭ નવેમ્બરને જાહેર સર્કુલરમાં સ્પષ્ટ કહેવાયું છે કે બેન્ક પોતાના ગ્રાહકોને એટીએમમાંથી ફ્રી ઉપાડની મર્યાદા અને ત્યાર બાદ લાગૂ થનારા ચાર્જ વિશે સ્પષ્ટ જાણકારી આપે.
ગવર્નરે નવું સર્કુલર લાગૂ કરવાની સાથે જ જૂના ૧૭ સર્કુલરને રદ કરી દીધા છે. આરબીઆઈએ વ્હાઈટ લેબલ એટીએમ ચલાવનારી કંપનીઓને પણ બેન્કો અને રિઝર્વ બેન્કમાંથી કેશ ઉપાડવાની મંજૂરી આપી દીધી છે.
સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે તમામ બેંકોએ પોતાના ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવી પડશે કે તેમને દર મહિને કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે અને ત્યારબાદ દરેક રોકડ ઉપાડ પર કેટલી ફી ચૂકવવી પડશે. બેંકોએ એ પણ સ્પષ્ટ કરવું પડશે કે તેમના કયા ATM મેટ્રો શહેરોમાં અને કયા નોન-મેટ્રો શહેરોમાં આવેલા છે. આનાથી ગ્રાહકોને એ ઓળખવામાં સરળતા રહેશે કે કયા ATMમાંથી કેટલી મફત રોકડ ઉપાડવાની મર્યાદા મળે છે.
RBIએ જણાવ્યું છે કે આ સૂચના તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. આ નિયમ તમામ કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો સહિત તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ પર પણ લાગુ થશે.
RBIએ સ્પષ્ટ કહ્યું છે કે બેંકોએ પોતાના તમામ ગ્રાહકોને જાણ કરવી પડશે કે તેમને દર મહિને કેટલી મફત રોકડ ઉપાડવાની સુવિધા મળે છે અને આ મર્યાદા પૂરી થયા બાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે કેટલી ફી ચૂકવવી પડશે.
બેંકોએ એ પણ જણાવવું પડશે કે તેમના કયા ATM મેટ્રો શહેરોમાં અને કયા નોન-મેટ્રો શહેરોમાં આવેલા છે. આ માટે ખ્વ્પ્ની સામે જ સ્ટિકર અથવા પોસ્ટર લગાવીને માહિતી આપવી પડશે.
આ ઉપરાંત, બેંકોની જવાબદારી રહેશે કે તેમના ATM જે સ્થળે આવેલા છે, તેની સાચી માહિતી તેમના ડેટાબેઝમાં ઉપલબ્ધ હોય. આનાથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થવાની શક્યતા ઘટશે.
RBIએ પોતાના નવા સર્ક્યુલરમાં ATMમાંથી મફત રોકડ ઉપાડવાની મર્યાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. સેવિગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને દર મહિને પોતાની બેંકના ATMમાંથી ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે. તેમાં રોકડ ઉપાડવાની સાથે બેલેન્સ ચેક કરવું અને મિની સ્ટેટમેન્ટ મેળવવા જેવી સેવાઓનો પણ સમાવેશ થાય છે.
બીજી બેંકોના ખ્વ્પ્માંથી પણ મફત ટ્રાન્ઝેક્શન કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મેટ્રો શહેરોમાં દર મહિને ૩ અને નોન-મેટ્રો શહેરોમાં ૫ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. જોકે, પોતાની બેંક અને અન્ય બેંકોના ખ્વ્પ્ મળીને કુલ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૫ જ રહે છે.
RBIએ પોતાના સર્ક્યુલરમાં સ્પષ્ટ કર્યું છે કે મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થયા બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર ૨૩ રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ૨૩ રૂપિયા પર સર્વિસ ટેક્સ એટલે કે GST પણ ચૂકવવો પડશે.
RBIએ જણાવ્યું છે કે તમામ બેંકો પોતાના બોર્ડ પાસેથી નીતિને મંજૂરી અપાવ્યા બાદ આ ફી લાગુ કરશે. ય્ગ્ત્એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો તેના પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
