તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ભારત-નેપાળ સરહદે 'ખિસ્સા ખાલી' કરતો નવો નિયમ: ₹100ની ખરીદી પર પણ હવે દેવો પડશે ટેક્સ!
નેપાળ સરકારના કડક વલણથી સરહદી વેપારીઓ અને સામાન્ય જનતામાં ફફડાટ : રોજીંદી ચીજવસ્તુઓ મોંઘી થવાની આશંકા વચ્ચે ભારતીય બજારોની રોનક પર તોળાતું સંકટ

કાઠમંડુ:ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી ચાલી આવતા રોજીંદા વેપાર પર હવે નેપાળ સરકારની તવાઈ આવી છે. નેપાળમાં ઘરેલુ ઉત્પાદનોને વેગ આપવાના નામે લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે કોઈ પણ નેપાળી નાગરિક ભારતમાંથી ₹100 થી વધુની ખરીદી કરશે તો તેણે ફરજિયાત કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. આ ડ્યુટી પાંચ ટકાથી લઈને 80 ટકા જેટલી માતબર હોઈ શકે છે. અત્યાર સુધી સરહદ પર વસતા લોકો મીઠું, તેલ, ખાંડ જેવી સામાન્ય જરૂરિયાતો માટે મુક્તપણે ભારતીય બજારોમાં આવતા હતા, પરંતુ હવે નાની એવી થેલી લઈને પરત ફરતા સામાન્ય ગ્રાહક પર પણ અધિકારીઓની કડક નજર રહેશે. આ નવા આદેશથી સરહદી વિસ્તારોમાં જાણે ખળભળાટ મચી ગયો છે.
આ કાયદાની સૌથી વધુ નકારાત્મક અસર સીમાવર્તી ગામડાઓમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડવાની આશંકા છે. ગીતા કાર્કી અને રાહુલ બાસ્નેટ જેવા સ્થાનિકોનું માનવું છે કે ભારતીય બજારો સસ્તા હોવાથી તેઓ ત્યાંથી જીવનજરૂરી ખાદ્ય સામગ્રી અને દવાઓ લાવતા હતા. હવે ₹100ની મર્યાદા એટલી ઓછી છે કે બે કિલો દાળ કે તેલ લેતા જ તે વટાવી જવાય છે. શ્રમજીવી પરિવારો જેઓ દિવસના ₹200-300 કમાય છે, તેમના માટે આ ટેક્સ એક મોટો આર્થિક બોજ બની જશે. સ્થાનિક વહીવટીતંત્ર લાઉડસ્પીકર દ્વારા આ અંગે સતત ચેતવણી આપી રહ્યું છે, જેના કારણે ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
માત્ર માલસામાન જ નહીં, પરંતુ વાહનોના સંચાલન પર પણ નેપાળ સરકારે ગાળિયો કસ્યો છે. ભારતીય નંબર પ્લેટ ધરાવતા વાહનો હવે વર્ષમાં માત્ર 30 દિવસ જ નેપાળની ધરતી પર ફરી શકશે. તેના માટે પણ દરરોજનું ભારે શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે, જેમ કે કાર કે જીપ માટે રોજના ₹600 ચૂકવવા પડશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો ભારે દંડ અને વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ કડક કાયદાઓને કારણે પર્યટન અને સામાજિક સંબંધો પર પણ અસર પડવાની શક્યતા છે. ભારતીય વેપારીઓમાં ચિંતા છે કે જો ગ્રાહકોની અવરજવર ઘટશે, તો વર્ષો જૂના આ સરહદી બજારો સૂના પડી જશે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
