તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમેરિકા જતા હવાઈ મુસાફરો માટે આરોગ્ય તપાસણીના નવા નિયમો ૩ નવેમ્બરથી થશે લાગુ : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની મુસાફરી કરનાર પ્રવાસીઓ માટે યુએસ ફ્લાઇટ્સમાં 21 દિવસ બોર્ડિંગ પર પ્રતિબંધ
'બુંદિબુગ્યો' વાયરસ 'સ્ટ્રેન'ને કારણે આફ્રિકામાં ઇબોલાના પ્રકોપથી ૪,૭૦૦ થી વધુ લોકોના મોત : યુગાન્ડા અને દક્ષિણ સુદાનના પ્રવાસીઓ પર પણ કડક પ્રતિબંધો જાહેર (ન્યૂઝફર્સ્ટ)

વાશિંગ્ટન (ન્યૂઝફર્સ્ટ) : અમેરિકા જનાર તમામ વિમાન મુસાફરો માટે આગામી ૩ નવેમ્બરથી આરોગ્ય તપાસણીના નવા અને કડક નિયમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ નવા નિયમ અંતર્ગત યુએસ બાઉન્ડ તમામ હવાઈ મુસાફરોએ એક સત્તાવાર ઘોષણાપત્ર પર સહી કરવી પડશે, જેમાં તેમણે એ વાતની ખાતરી આપવાની રહેશે કે તેઓ છેલ્લા ૨૧ દિવસની અંદર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) ની મુલાકાતે ગયા નથી.
નવા નિયમો મુજબ જે મુસાફરોએ છેલ્લા ૨૧ દિવસમાં ડીઆરસીની મુલાકાત લીધી હશે તેઓ યુએસ જતી ફ્લાઇટ્સમાં બેસી શકશે નહીં, અને આ નિયમ અમેરિકી નાગરિકોને પણ સમાન રીતે લાગુ પડશે. આ ઉપરાંત, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની તાજેતરની મુલાકાત લેનાર ચોક્કસ વિદેશી નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આફ્રિકામાં બુંદિબુગ્યો સ્ટ્રેનને કારણે ફેલાયેલા ઇબોલા વાયરસના ગંભીર પ્રકોપને કારણે અત્યાર સુધીમાં ૪,૭૦૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષાના ભાગરૂપે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
