તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
AI ની દુનિયામાં નવો ધમાકો: OpenAI એ લોન્ચ કર્યું GPT-6 Astra; કોડિંગ અને તર્કશક્તિમાં એન્થ્રોપિકના Claude Fable 5.1 ને આપી પછડાટ
કમ્પ્યુટર ઓપરેટિંગ, સાયબર સિક્યોરિટી અને સાયન્ટિફિક રિઝનિંગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નવી ક્રાંતિ; સુરક્ષાના કારણોસર મોડલ પર મૂકાયા ખાસ નિયંત્રણો

નવી દિલ્હી, તા.૦૭: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ટેક જાયન્ટ OpenAI એ પોતાનું નવું ફ્લેગશિપ મોડલ 'GPT-6 Astra' સત્તાવાર રીતે લોન્ચ કરીને ટેકનોલોજીની દુનિયામાં નવો ધમાકો કર્યો છે. કંપનીના દાવા મુજબ, આ નવું મોડલ કમ્પ્યુટર યુઝ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, સાયબર સિક્યોરિટી અને સાયન્ટિફિક રિઝનિંગમાં અત્યાર સુધીનું સૌથી વધુ બુદ્ધિશાળી અને પાવરફુલ મોડલ છે. ગ્લોબલ બેન્ચમાર્ક સરખામણીઓમાં આ નવું AI મોડલ પોતાના મુખ્ય હરીફ એન્થ્રોપિકના 'Claude Fable 5.1' કરતાં ઘણા મોરચે આગળ નીકળી ગયું છે.
GPT-6 Astra એડવાન્સ તર્કશક્તિ અને જટિલ ગણિતના કોયડા ઉકેલવામાં લગભગ ૧૦૦ ટકા સ્કોર મેળવવામાં સફળ રહ્યું છે. રોજિંદા કમ્પ્યુટર કાર્યો જેવાં કે ફોર્મ ભરવા, ડેટા પ્રોસેસિંગ અને વેબસાઈટ ક્વોલિટી ચેક કરવામાં આ મોડલ પોતાના પુરોગામી GPT-5.6 Sol કરતાં ૪૭ ટકા વધુ ઝડપી છે. આ સિવાય કોડિંગ ક્ષેત્રે ડેવલપર્સ માટે આ મોડલ આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે કોડિંગની જટિલ ભૂલો જાતે સુધારીને ઓપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કિંમતની વાત કરીએ તો, API પર પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન્સ માટે $10 અને આઉટપુટ ટોકન્સ માટે $50 નો દર નક્કી કરાયો છે.
સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં આ મોડલે અભૂતપૂર્વ છલાંગ લગાવી છે. આંતરિક પરીક્ષણ દરમિયાન આ મોડલે સોફ્ટવેરમાં અગાઉથી હાજર નબળાઈઓને શોધી કાઢી હતી અને બે અજાણી સુરક્ષા ખામીઓ (સિક્યોરિટી ફ્લોઝ) પણ પકડી પાડી હતી. જોકે, આવી ક્રાંતિકારી અને ખતરનાક સાયબર ક્ષમતાઓને કારણે જ તેના દુરુપયોગને રોકવા માટે OpenAI એ જાહેરમાં રિલીઝ કરાયેલા વર્ઝન પર કેટલાક કડક પ્રતિબંધો મૂક્યા છે. ChatGPT Plus, Pro, Business અને Enterprise યુઝર્સ માટે આ મોડલ તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
માનવ મગજ કરતાં પણ વધુ ઝડપી અને બુદ્ધિશાળી બનતા આવા AI મોડલ્સ ભવિષ્યમાં આઈટી અને સાયબર સુરક્ષા ક્ષેત્રની નોકરીઓમાં મોટો બદલાવ લાવશે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
