તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ભારત-UAE સંબંધોમાં નવો અધ્યાય: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને UAE ના અર્થતંત્ર મંત્રી વચ્ચે દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક; વેપાર અને રોકાણના ક્ષેત્રે ખુલશે સમૃદ્ધિના નવા દ્વાર!
પ્રવાસન, કનેક્ટિવિટી અને સ્ટ્રેટેજિક આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર: બંને દેશોના વેપારીઓ માટે રોકાણની વિપુલ તકો સર્જાશે

નવી દિલ્હી, તા.૨૧: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના આર્થિક અને રાજદ્વારી સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે UAE ના અર્થતંત્ર અને પર્યટન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મારી અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મિટિંગમાં બંને દેશો વચ્ચેના વેપાર, રોકાણ અને પર્યટનને એક નવી ઉંચાઈ પર લઈ જવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, ભારત અને UAE વચ્ચેની ભાગીદારીને વધુ સશક્ત બનાવવાના રસ્તાઓ પર સકારાત્મક વાટાઘાટો થઈ છે. ખાસ કરીને દ્વિપક્ષીય વેપાર, વિદેશી રોકાણ, પર્યટન ક્ષેત્રનો વિકાસ અને કનેક્ટિવિટી વધારવા જેવા મુદ્દાઓ આ ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા હતા.
વ્યવસાયો અને રોકાણકારો માટે નવી તકોના એંધાણ
આ હાઈ-લેવલ બેઠકથી ભારત અને UAE ના ઉદ્યોગસાહસિકો માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે. બંને મંત્રીઓએ બંને દેશો વચ્ચે લોકો-થી-લોકોના (People-to-People) સંબંધો સુધારવા અને વ્યૂહાત્મક આર્થિક ભાગીદારીને મજબૂત કરવા માટેની તેમની સહિયારી કટિબદ્ધતા દોહરાવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત અને UAE વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (CEPA) અમલમાં આવ્યા બાદથી જ દ્વિપક્ષીય વેપારમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. હવે આ નવી બેઠકથી ખાસ કરીને ટુરિઝમ, ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટું વિદેશી રોકાણ ભારતમાં આવે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
