<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

SBI બેંકના કરોડો ખાતાધારકો માટે લાગુ થયો કેશ વિડ્રોલનો નવો નિયમ

જો ૪ વખત રૂપિયા નીકાળ્‍યા બાદ ૫ાંચમી વખત કેશ ઉપાડવામાં આવે , તો તે કેશ વિડ્રોલ પર ચાર્જ લાગશે : જો કે, ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનની સુવિધા તેનાથી અલગ છે અને ડિજિટલ માધ્‍યમથી થનારા ટ્રાન્‍ઝેક્‍શન પર તે ATM કેશ વિડ્રોલ લિમિટ લાગુ નથી થતી

નવી દિલ્‍હી તા.૨: જો તમારુ એકાઉન્‍ટ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયામાં છે, તો ૧ ઓક્‍ટોબર બાદથી ATMથી રૂપિયા નીકાળવા સંબંધિત નિયમો પર ધ્‍યાન આપવું જરૂરી છે. બેંકે અલગ-અલગ પ્રકારના એકાઉન્‍ટ માટે ફ્રી ટ્રાન્‍ઝેક્‍શનની અલગ મર્યાદા નક્કી કરી છે. આમાં બેસિક સેવિગ બેંક ડિપોઝીટ એકાઉન્‍ટ અને સેલેરી પેકેજ એકાઉન્‍ટના નિયમ અલગ છે.

BSBD એકાઉન્‍ટવાળા માટે શું બદલાશે?: બ્રાન્‍ચ ચેનલ દ્વારા ખોલવામાં આવેલા BSBD ખાતામાં ગ્રાહકોને દર મહિને ૪ ફ્રી કેશ વિડ્રોલ મળશે. આ ૫ કેશ વિડ્રોલમાં એટીએમ અને બ્રાન્‍ચથી થનારું કેશ વિડ્રોલ સામેલ છે. ૪ ફ્રી કેશ વિડ્રોલ પૂરા થયા બાદ દરેક વધારાના કેશ વિડ્રોલ પર ૧૫ રૂપિયા પ્‍લસ GST ચૂકવવો પડશે. SBI સર્વિસ ચાર્જ દસ્‍તાવેજમાં આ ચાર્જ નોંધાયેલો છે.

જો ૪ વખત રૂપિયા નીકાળ્‍યા બાદ ૫મીં વખત કેશ નીકાળવામાં આવે છે, તો તે કેશ વિડ્રોલ પર ચાર્જ લાગશે. જો કે, ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનની સુવિધા તેનાથી અલગ છે અને ડિજિટલ માધ્‍યમથી થનારા ટ્રાન્‍ઝેક્‍શન પર તે ATM કેશ વિડ્રોલ લિમિટ લાગુ નથી થતી.

Salary Package એકાઉન્‍ટવાળા માટે પણ ફેરફારઃ SBI સેલેરી પેકેજ એકાઉન્‍ટમાં બીજી બેંકોના ATMથી મળનારા ફ્રી ટ્રાન્‍ઝેક્‍શનની સંખ્‍યા ૧ ઓક્‍ટોબરથી ઘટીને ૫ થઈ જશે. આ મર્યાદા બધા લોકેશન પર લાગુ થશે અને આમાં નાણાકીય અને બિન-નાણાકીય બંને પ્રકારના ટ્રાન્‍ઝેક્‍શન સામેલ થશે.

ફ્રી લિમિટ ખતમ થયા બાદ બીજી બેંકોના ATMથી કેશ નીકાળવા પર ૨૩ રૂપિયા પ્‍લસ GST અને નોન ફાઈનાન્‍શિયલ ટ્રાન્‍ઝેક્‍શન પર ૧૧ પ્‍લસ GST ચાર્જ લાગશે. જો કે, SBi પોતાના એટીએમ પર સેલેરી પેકેજ એકાઉન્‍ટવાળા માટે ફ્રી ટ્રાન્‍ઝેક્‍શનની સુવિધા યથાવત રહેશે.

SBI સેવિગ એકાઉન્‍ટનું શું થશે?: સેલેરી પેકેજ ઉપરાંત બીજા સેવિગ એકાઉન્‍ટ માટે ફ્રી ATM ટ્રાન્‍ઝેક્‍શનની વર્તમાન વ્‍યવસ્‍થામાં આ સિવાય કોઈ નવો ફેરફાર કરવામાં આવ્‍યો નથી. એટલા માટે દરેક SBI ગ્રાહકે પોતાના ખાતાના પ્રકારને જરૂર ચેક કરી લેવો જોઈએ, કારણ કે એટીએમ ચાર્જ એકાઉન્‍ટની કેટેગરીના હિસાબથી અલગ હોઈ શકે છે.

(3:14 PM IST)