તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
કોઈપણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો: ફેસબુક બ્લુ ટીકના નામે મોટું કૌભાંડ :30 હજારથી વધુ એકાઉન્ટ હેક થયા
સામાન્ય યુઝર્સ તો શું, ઇન્ફ્લુએન્સર, બિઝનેસ ઓનર અને એડવર્ટાઇઝર્સ પણ તેની ઝપેટમાં

Facebook પર બ્લૂ ટિક મેળવવાની ઇચ્છા લોકોમાં વધતી જઇ રહી છે. પણ શું તમે જાણો છો આ જ ઈચ્છા હવે બની ગઈ છે એક ખતરનાક ફંદો! તાજેતરમાં એક મોટો સાયબર સ્કેમ સામે આવ્યો છે, જેમાં 30 હજારથી વધુ ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયા છે. હેકર્સ લોકોની આ “ફ્રી બ્લૂ ટિક” મેળવવાની લાલચનો પૂરતો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ સ્કેમ એટલો પ્રોફેશનલ રીતે કરવામાં આવે છે કે સામાન્ય યુઝર્સ તો શું, ઇન્ફ્લુએન્સર, બિઝનેસ ઓનર અને એડવર્ટાઇઝર્સ પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સે આ સ્કેમને “AccountDumpling” નામ આપ્યું છે. માનવામાં આવે છે કે આ પાછળ કોઈ સંગઠિત આંતરરાષ્ટ્રીય ગેંગ કામ કરી રહી છે, જે હેક કરેલા એકાઉન્ટને પછી ડિજિટલ બ્લેક માર્કેટમાં વેચી નાખે છે.
હેકર્સ તમને એક મેસેજ કે ઈમેઈલ મોકલે છે. જેમાં લખેલું હોય છે કે “તમારું એકાઉન્ટ વેરિફાઈ કરો” અથવા “તમને ફ્રી બ્લૂ ટિક મળશે!” આ મેસેજ એટલો રિયલ લાગે છે કારણ કે તે Google જેવી ટ્રસ્ટેડ સર્વિસના નામે મોકલવામાં આવે છે. જેવું તમે એ લિંક પર ક્લિક કરો, તમને લોગિન કરવા અથવા કેપ્ચા સોલ્વ કરવા કહેવામાં આવે છે અને બસ! તમે તમારી લોગિન ડીટેલ્સ અને OTP આપો, એટલામાં તમારું એકાઉન્ટ પૂરેપૂરૂં હેકર્સના કંટ્રોલમાં જઈ જાય છે.
ક્યારેક હેકર્સ ડર પણ ઉભો કરે છે કે, તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે અથવા કોપીરાઇટ સ્ટ્રાઈક લાગી છે અને તમે ગભરાઈને તરત જ લિંક પર ક્લિક કરી બેસો છો.
કોઈપણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો
Facebook ની કોઈપણ માહિતી હંમેશા ઓફિશિયલ ચેનલથી જ ચેક કરો
તમારી લોગિન ડીટેલ્સ અને OTP કોઈને પણ ન આપો
અને જો મેસેજ વધારે લોભામણો લાગે… તો તો સમજી જ જજો – એ સ્કેમ હોઈ શકે છે!
થોડી સાવધાની તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.
તો સેફ રહો… સ્માર્ટ રહો… અને હા - આ માહિતી જરૂર શેર કરો!
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
