<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ઇઝરાયેલમાં ચૂંટણી પરિણામો સામે નેતન્યાહુની પાર્ટીનો બળાપો : આરબ પક્ષો પર ચૂંટણી ચોરીનો ગંભીર આરોપ

લિકુડ પાર્ટીએ મતદાનમાં લાંચ, ધમકી અને ગેરરીતિઓની તપાસ માગી; ઇઝરાયેલી પોલીસે આરોપોને સમર્થન આપતા પુરાવા નહીં હોવાનું જણાવ્યું

જેરૂસલેમ: ઇઝરાયેલની ૨૭ ઓક્ટોબરની સંસદીય ચૂંટણી બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટીએ આરબ રાજકીય પક્ષો સામે વ્યાપક ચૂંટણી ગેરરીતિઓના આરોપ લગાવ્યા છે. લિકુડે જણાવ્યું કે મતદારોને રોકડ રકમ આપવી, ધાકધમકી, બોગસ મતદાન અને ગેરકાયદે સોફ્ટવેર દ્વારા મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા હતા. પાર્ટીએ પોલીસ, આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ તપાસની માગણી કરી છે. આરબ પક્ષોએ કુલ ૧૯ બેઠકો મેળવી છે. જોકે ૨૯ ઓક્ટોબરે ઇઝરાયેલી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી ચોરીના આરોપોને સમર્થન આપતા તપાસલક્ષી પુરાવા મળ્યા નથી. ચૂંટણી સમિતિએ પણ આરોપોની તપાસ હાથ ધરી છે. 

(6:50 PM IST)