તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Saturday, 24th October 2026
યમનના ઝુકાર ટાપુ નજીક ઓમાનના ધ્વજવાળા એક વહાણ પર હુમલો થતા આગ :દ્વારકાના ખલાસીઓ સહિત તમામ 14 ભારતીયો સુરક્ષિત
હુમલા બાદ યમનના તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને તમામ ખલાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

યમનના ઝુકાર ટાપુ નજીક ઓમાનના ધ્વજવાળા એક વહાણ પર હુમલો થતાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ હુમલાને પગલે વહાણમાં સવાર ભારતીય ખલાસીઓની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ હતી. જોકે, આ મામલે ભારતીય દૂતાવાસે મહત્ત્વનું નિવેદન આપતાં વહાણમાં સવાર તમામ 14 ભારતીયો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. આ ભારતીયોમાં ગુજરાતના દ્વારકા જિલ્લાના સલાયા અને સિક્કા વિસ્તારના ખલાસીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ યમનના તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ ખલાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારતીય ખલાસીઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતાં તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, વહાણ પર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
