<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ઇરાન-અમેરિકા વચ્‍ચેની ડીલથી સૌથી વધુ નુકશાન નેતન્‍યાહુને થશે

 

KNOCKING NEWS ના ફાઉન્‍ડર ઓડિટર ગિરિરાજ વશિષ્‍ઠના આજના અપલોડ વીડિયોમાં ઇરાન અમેરિકા વચ્‍ચે ડીલમાં એક દિવસ વહેલા થઇ ચૂકેલ સિગ્નેચર બાદ આજથી ૬૦ દિવસ સુધી તેમાં રહેલા મુદ્દાઓ એક પછી એક ચર્ચાઓ શરૂ થતી જશે આ શાંતિવાર્તાના જે મુદ્દા છે. તેનું એનાલીસીસ કરાયુ છે જેને શંક્ષિપ્તમાં જોઇએ તો,

આ ડિલના સિગ્નેચર થી ઇરાનની જીત સાથે જો સૌથી તકલીફ દાયક સ્‍થિતી થઇ હોય તો તે ઇઝરાયેલના નેતન્‍યાહૂની થઇ છે. અમેરિકામાં મધ્‍યાવતી ચૂંટણી આ વર્ષના અંત પહેલા થવાની છે. જો કે હજુ ટ્રમ્‍પ બે વર્ષ તો સત્તા પર યથાવત જ રહેવાના છે. પરંતુ હોર્મૂઝ સ્‍થિતિ સામાન્‍ય કરાવીને પણ આ વર્ષના અંત પહેલા, થોડા માસમાં જ ચુંટણી થનારી છે. જો ઇરાનની  સ્‍થિતી વધુ મજબૂત થશે અને લેબેનોનમાં યુધ્‍ધ વિરામ સાથે ઇઝરાયેલને સૈન્‍ય વાપસી પણ આ ડીલના મુદ્દાઓ -સહમતીને કારણે અમેરિકી દબાણ હેઠળ અનિવાર્ય કરવી પડશે. આ કારણે નેતન્‍યાહુને ચુંટણીમાં પરાજય સતા પરથી દૂર થવું અને અદાલતી કેસોને કારણે જેલમાં જવું પણ સંભવીત બનશે.

અમેરિકી મીડિયામાં હૂથ-લેબેનોન-ગાઝાના લડવૈયાઓ માટે આંતકી શબ્‍દનું પ્રયોજન થતું હતું તેમાં પણ હવે એવા શબ્‍દોના પ્રયોજનની બાદબાકી સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ ઓડિર ગિરિજેશ વશિષ્‍ઠનું એનાલીસીસ છે.

(4:00 PM IST)