તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
વૈશ્વિક બિઝનેસ જગતમાં નેપાળનો ડંકો: 'નેપાળના મુકેશ અંબાણી' તરીકે જાણીતા બિનોદ ચૌધરીનું સામ્રાજ્ય રિલાયન્સ કરતાં પણ જૂનું, ૩૨ દેશોમાં ફેલાયેલો છે કારોબાર!
૧૪૦ વર્ષથી વધુ જૂનો ઈતિહાસ ધરાવતું CG કોર્પ ગ્લોબલ અને લોકપ્રિય 'વાઈ વાઈ' નૂડલ્સ બ્રાન્ડના એકમાત્ર અબજોપતિ માલિકની સફળતાની અનોખી દાસ્તાન

કાઠમંડુ : ભારતના પડોશી દેશ નેપાળ જ્યારે પણ આર્થિક કે કુદરતી પડાકારો વચ્ચે ચર્ચામાં આવે છે, ત્યારે ત્યાંના એકમાત્ર અબજોપતિ અને 'નેપાળના મુકેશ અંબાણી' તરીકે ઓળખાતા બિનોદ ચૌધરીની અદ્ભુત બિઝનેસ સફર સહુનું ધ્યાન ખેંચે છે. જે રીતે ભારતીય અર્થતંત્રમાં મુકેશ અંબાણી અને રિલાયન્સનું મોટું પ્રદાન છે, બિલકુલ તેવી જ રીતે નેપાળના જીડીપી (GDP) માં બિનોદ ચૌધરી અને તેમની કંપની 'CG કોર્પ ગ્લોબલ' (CG Corp Global) નો મજબૂત ફાળો છે.
રિલાયન્સ કરતાં પણ જૂનો ઈતિહાસ:
બિનોદ ચૌધરીનું કારોબારી ગ્રુપ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ કરતાં પણ ઘણું જૂનું છે. રિલાયન્સની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ ૧૯૫૮માં કરી હતી, જ્યારે CG ગ્રુપનો પાયો ૧૯મી સદીમાં (૧૮૭૦ના દાયકામાં) ભૂરમલ ચૌધરીએ કાપડના વેપારથી નાખ્યો હતો. ત્યારબાદ ૧૯૬૮માં તેમના પૌત્ર બિનોદ ચૌધરીએ તેને આધુનિક મલ્ટીનેશનલ બિઝનેસનું સ્વરૂપ આપ્યું હતું. આજે આ ગ્રુપ હેઠળ ૨૦૨થી વધુ કંપનીઓ અને ૨૬૧થી વધુ બ્રાન્ડ્સ કાર્યરત છે.
ભારતમાં ઘેર-ઘેર જાણીતી 'Wai Wai' નૂડલ્સ બ્રાન્ડ:
બિનોદ ચૌધરીની સૌથી મોટી ઓળખ અને સંપત્તિ તેમની સીજી ફૂડ્સ (CG Foods) કંપની છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યંત લોકપ્રિય એવી 'વાઈ વાઈ' (Wai Wai) ઇન્સ્ટન્ટ નૂડલ્સનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત નેપાળની અગ્રણી નબિલ બેંક (Nabil Bank) માં પણ તેમનું મુખ્ય નિયંત્રણ છે.
હોટેલથી લઈને હાઇડ્રોપાવર સુધી સામ્રાજ્ય:
કાઠમંડુમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપનીનો વ્યવસાય વિશ્વના ૩૨ થી વધુ દેશોમાં ફેલાયેલો છે. FMCG ઉપરાંત હોટેલ્સ અને રિસોર્ટ્સ, રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, ફાઇનાન્શિયલ સર્વિસિસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, હાઇડ્રોપાવર અને EPC જેવા અનેક ક્ષેત્રોમાં તેમનું અબજો ડોલરનું સામ્રાજ્ય વિસ્તરેલું છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
