News of Sunday, 27th September 2026
નેપાળના હિમલુંગ હિમાલ પર ગોઝારું હિમસ્ખલન : 10 પર્વતારોહકો ગુમ : ભારે બરફવર્ષાને કારણે રેસ્ક્યૂ અટક્યું : હેલિકોપ્ટર પહોંચી શક્યું નહીં
મનાંગના નાર ફુ વિસ્તારમાં 7,126 મીટર ઊંચા હિમલુંગ બેઝ કેમ્પ પર વહેલી સવારે હિમસ્ખલન ત્રાટક્યું : Imagine Nepal અને Himalayan Holidays ના 10 નેપાળી સ્ટાફ ગુમ

કાઠમંડુ તા.૨૭ : નેપાળમાં હવામાનની આગાહી વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. નેપાળના મનાંગ જિલ્લાના હિમલુંગ હિમાલ પર્વતના બેઝ કેમ્પ પર આજે રવિવાર વહેલી સવારે હિમસ્ખલન થતાં 10 પર્વતારોહકો ગુમ થયા છે.
મળતી માહિતી મુજબ, 7,126 મીટર ઊંચા હિમલુંગ પર્વત પર છેલ્લા કેટલાક દિવસથી ભારે બરફવર્ષા થઈ રહી હતી. હવામાન વિભાગે ચેતવણી આપતા મોટાભાગની ટીમો નીચે ઉતરી ગઈ હતી, પરંતુ બેઝ કેમ્પમાં રોપ ફિક્સિંગ અને કિચન સ્ટાફ રોકાયા હતા. ત્યારે જ હિમસ્ખલને ટેન્ટોને દબાવી દીધા હતા.
એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ ગુમ થયેલા 10 લોકોમાં 8 લોકો Himalayan Holidays Nepal ના અને 2 લોકો Imagine Nepal ના છે અને તમામ નેપાળી નાગરિક છે.
ભારે બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે બે હેલિકોપ્ટર અને 8 સભ્યોની ઈન્ટરનેશનલ માઉન્ટેન ગાઈડની રેસ્ક્યૂ ટીમ કાઠમંડુ એરપોર્ટ પર સ્ટેન્ડબાય છે, પરંતુ હજુ સુધી બેઝ કેમ્પ સુધી પહોંચી શકી નથી. હવામાન સાફ થતા જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
