News of Friday, 4th September 2026
નેપાળની મહાહોનારતમાં ચિતવનમાં સૌથી વધુ ૩૫૫ મૃતદેહ મળ્યા : નવલપરાસી, નુવાકોટ અને રસુવામાં પણ વિનાશનું ભયાનક ચિત્ર

કાઠમંડુ : નેપાળની વિનાશક પૂરમાં મૃત્યુઆંક ૧૨૫૯ થયો છે અને ૫૦૮૩ લોકો હજુ ગુમ હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાવાયું છે.
નેપાળમાં ૨૬ ઓગસ્ટે સર્જાયેલી ભયાનક પૂર અને કાટમાળની હોનારત બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ૩ સપ્ટેમ્બરની સાંજ સુધી મૃત્યુઆંક ૧૨૫૯ પર પહોંચ્યો હતો, જ્યારે ૫૦૮૩ લોકો હજુ ગુમ હોવાનું જણાવાયું છે.
ચિતવન જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ ૩૫૫ મૃતદેહ મળ્યા છે. નવલપરાસી પૂર્વમાં ૨૧૮, નવલપરાસી પશ્ચિમમાં ૨૧૨, નુવાકોટમાં ૧૭૭ અને રસુવામાં ૧૨૭ મૃતદેહ મળ્યાનું સંકલિત આંકડામાં સામે આવ્યું છે. ગોરખા, ધાદિંગ અને તનહુંમાં પણ મોટી જાનહાનિ નોંધાઈ છે.
પૂરના કારણે અનેક ગામો, રસ્તાઓ, વીજ પ્રકલ્પો અને મકાનોને ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં ભૂદૃશ્ય જ બદલાઈ જતાં બચાવકર્મીઓ માટે જૂના માર્ગો અને ઓળખચિહ્નોના આધારે કામગીરી કરવી મુશ્કેલ બની છે.
હજારો લોકો ગુમ હોવાથી ડીએનએ તપાસ અને ફોરેન્સિક ઓળખ પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. નેપાળી સેના સાથે ભારત સહિતના દેશોની નિષ્ણાત ટીમો બચાવ અને શોધખોળમાં મદદ કરી રહી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
