હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ આ મહિને ભારત પ્રવાસે આવી શકે છે
વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસની તૈયારી: ચાર મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

કાઠમંડુ: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ આ મહિને ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા બની શકે છે. જોકે, આ પ્રવાસ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મીડિયા અહેવાલો અનુસાર, ભારત અને નેપાળ વચ્ચેના રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશો પ્રયાસ કરી રહ્યા છે. ભારતના વિદેશ સચિવ પણ 4 નવેમ્બરે કાઠમંડુની મુલાકાતે જઈ શકે છે.
આ ચાર મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા:
1. વેપાર અને રોકાણ: બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો, વેપાર અને વિકાસલક્ષી પ્રોજેક્ટમાં સહયોગ.
2. સીમા વિવાદ: લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારના સરહદી મુદ્દાઓ.
3. કનેક્ટિવિટી: માર્ગ, રેલવે, હવાઈ સેવા અને ડિજિટલ કનેક્ટિવિટીનો વિકાસ.
4. ઊર્જા અને પુનર્નિર્માણ: હાઈડ્રોપાવર ક્ષેત્રે સહયોગ તથા નેપાળમાં પૂર બાદ પુનર્નિર્માણ માટે ભારતની મદદ.
બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆત અને સહયોગ વધારવાની દિશામાં આ સંભવિત મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
