<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

નેપાલઃ ૧,૩૯૯થી પણ વધારે મોતઃ ૫,૪૦૦થી પણ વધારે ગૂમ

નેપાલ સરકાર માત્ર આ ૯૦૦ નાગરિકોને જ કેમ બચાવવાને પ્રાયોરિટી આપી રહી છે. તો એવી ચર્ચાઓ

કાઠમંડુ,તા.૦૮: નેપાલ અને ચીન-તિબેટની બોર્ડર પર આવેલા મહા વિનાશકારી જળપ્રકોપને લગભગ એ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે છતાં હજી પણ અસંખ્‍ય લોકો લાપતા છે. હજી પણ ખોવાયેલા લોકો માટે યુદ્ધના ધોરણે રેસ્‍ક્‍યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. રિપોર્ટ્‍સ પ્રમાણે આ મહાવિનાશમાં અત્‍યાર સુધી ૧,૩૯૯થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્‍યા છે તો ૫,૪૦૦થી પણ વધારે લોકોનો કોઈ પત્તો લાગ્‍યો નથી. ક્‍લાઇમેટ ચેન્‍જને કારણે ગ્‍લેશિયર તૂટી જવાથી આ હદ સુધી વિનાશ નોતરનારું પૂર આવ્‍યું હોવાનું કહેવાય છે.

અહેવાલો પ્રમાણે બોર્ડર પર આવેલા એટલિસ્‍ટ અગિયાર જેટલા હાઇડ્રોઇલેક્‍ટ્રિક પ્રોજેક્‍ટ્‍સ ધરાશાયી થઈ ગયા છે અને હવે તે માત્ર કાદવ અને કાટમાળ બનીને રહી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે અત્‍યારે ખાસ તો રેસ્‍ક્‍યૂની ટીમો આ હાઇડ્રોઇલેક્‍ટ્રિક પ્રોજેક્‍ટ્‍સ સાથે સંકળાયેલા ૯૦૦ જેટલા કર્મચારીઓને શોધવા પર ફોકસ કરી રહી છે. એમાં પણ ટનલની અંદર ફસાયેલા આશરે ૧૨૧ મજૂરોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેપાલ ડિઝાસ્‍ટર ઓથોરિટી ના મુખ્‍ય અધિકારીના કહેવા અનુસાર અત્‍યારે તેઓનું પૂરેપૂરું ફોકસ ‘ચિલીમે હાઇડ્રોઇલેક્‍ટ્રિક પ્રોજેક્‍ટ‘ પર છે. કહેવાય છે કે આ ટનલની અંદર મજૂરો માટે જ્‍મવાની, રહેવાની અને વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી હતી

(4:09 PM IST)