તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ન બેન્ડ-બાજા કે ન સેંકડો મહેમાનઃ કપલે ઘરની છત પર કર્યા લગ્નઃ માત્ર ૮ લોકોની હાજરીમાં લીધા સાત ફેરા!
મુંબઈના કૃશા કોઠારી અને વરીલ શાહના લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા

મુંબઈ,તા.૨૪: આજના સમયમાં લગ્નનું નામ આવે એટલે મોટા હોટેલ, ભવ્ય સજાવટ અને સેંકડો મહેમાનો યાદ આવી જાય છે. કેટલાક લોકો લગ્નને યાદગાર બનાવવા લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. જોકે, મુંબઈની કૃશા કોઠારી અને વરીલ શાહે આ બધાથી અલગ અંદાજમાં લગ્ન કરવાનું પસંદ કર્યું. તેમણે કોઈ મોંઘા રિસોર્ટ કે બેન્ક્વેટ હોલને બદલે પોતાના પરિવારના ઘરની છત પર લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર ૮ નજીકના લોકો જ હાજર રહ્યા હતા. હવે આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કૃશા અને વરીલે પોતાના ખાસ દિવસને સાદગીથી ઉજવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે મુંબઈમાં પરિવારના ઘરની એવી છત પસંદ કરી હતી, જ્યાંથી શહેરની ઇમારતો અને અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. સાંજના સમયે સૂર્યાસ્તની સુવર્ણ રોશની વચ્ચે લગ્નનો માહોલ વધુ સુંદર બની ગયો હતો. સજાવટ માટે પણ મોંઘા ડેકોરેશનના બદલે સફેદ ફૂલો અને મીણબત્તીઓનો ઉપયોગ કરાયો હતો.
આ લગ્નની સૌથી ખાસ વાત મહેમાનોની સંખ્યા હતી. જ્યાં સામાન્ય રીતે લગ્નમાં સેંકડો લોકો હાજર રહે છે, ત્યાં આ કપલે માત્ર ૮ નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેમણે ભીડભાડ અને ભવ્ય આયોજન કરતાં પરિવાર સાથેની ક્ષણોને વધુ મહત્ત્વ આપ્યું હતું.
આ લગ્નની તસવીરો ત્ઁતર્દ્દીશ્વિર્ંીળ પર ક્ત્ત્ત્ર્યતર્ત્ર્ળી નામના પેજ પરથી શેર કરવામાં આવી છે. તસવીરો સામે આવ્યા બાદ અનેક લોકો કપલના સાદગીભર્યા નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. આજકાલ યુવાનોમાં ઓછા મહેમાનો સાથે અંગત રીતે લગ્ન કરવાનો એટલે કે ઇન્ટિમેટ વેડિગનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. કૃશા અને વરીલનાં લગ્ન આ પ્રકારના આયોજનનું ઉદાહરણ બન્યાં છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
