તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
NDA ખોલશે વિપક્ષનું ‘કાળું ચિઠ્ઠું': દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન
બિલનો વિરોધ કરનારાઓની હવે ખેર નહીં! : બિલનો વિરોધ કરનારાઓ માટે હવે મુશ્કેલી વધી શકે છે, NDAએ એક ખાસ યોજના બનાવીઃ હવે વિપક્ષના કાળા કારનામા જનતા સામે ખુલ્લા પાડવામાં આવશે

નવી દિલ્હી,તા.૧૮: લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત ૨૦૨૯ની સંસદીય ચૂંટણીઓથી લાગુ કરવા સંબંધિત બંધારણીય સુધારો વિધેયક સંસદના નીચલા ગૃહમાં પસાર થઈ શક્યું નથી. ગૃહમાં ‘બંધારણીય (૧૩૧મો) સુધારો વિધેયક ૨૦૨૬' પર થયેલા મત વિભાજન દરમિયાન તેની તરફેણમાં ૨૯૮ અને વિરોધમાં ૨૩૦ વોટ પડ્યા હતા. આને લઈ NDAએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. હાલ તો NDA ફલોર લીડરની બેઠક પૂર્ણ થઈ છે. જાણવા મળતી માહિતી મુજબ, આ મહત્વપૂર્ણ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર દેશમાં એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવશે, જેમાં વિપક્ષની નાસમજના કારણે આ બિલ કેવી રીતે પડ્યું તેનો ઉલ્લેખ કરવામાં આવશે.
આ બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે, વિપક્ષના જે સાંસદોએ ગૃહમાં આ બિલનો વિરોધ કર્યો હતો, તેમના મતવિસ્તારોમાં ફઝખ્ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. NDAના નવા પ્લાન મુજબ, વિપક્ષે જે રીતે બિલનો વિરોધ કર્યો છે, તે અંગે જનતાને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને વિપક્ષના છુપાયેલા રહસ્યો બહાર લાવવામાં આવશે.
NDAના નેતાઓએ કહ્યું છે કે, વિપક્ષે જે રીતે બિલનો વિરોધ કર્યો છે, તે દેશના હિતમાં નથી. હવે NDA જનતા વચ્ચે જઈને વિપક્ષના કાળા ચિઠ્ઠા ખોલશે અને લોકોને સાચી વાત જણાવશે.
આ પ્લાન અંતર્ગત, વિવિધ મીડિયા પ્લેટફોર્મ અને જાહેર સભાઓ દ્વારા વિપક્ષના કારનામા અને તેમના વિરોધ પાછળના કારણો જનતા સુધી પહોંચાડવામાં આવશે. NDAના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, હવે વિપક્ષ માટે છુપાવાની જગ્યા નથી રહી. આ રીતે NDAએ વિપક્ષ સામે એક ખતરનાક પ્લાન તૈયાર કર્યો છે, જેનાથી વિપક્ષની મુશ્કેલી વધી શકે છે.
આ બેઠકમાં નીતિન નબીન, જે.પી. નડ્ડા, અનુપ્રિયા પટેલ સહિત NDAના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
