<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

NCP(SP)ના પ્રમુખ શરદ પવારની ફરી એકવાર તબિયત લથડી: મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

સુપ્રિયા સુલે NCP(SP)ની બેઠક અધવચ્ચે છોડીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યાં :ડિહાઈડ્રેશનના કારણે શરદ પવારની તબિયત લથડી હોવાની શક્યતા

NCP(SP)ના પ્રમુખ શરદ પવારની ફરી એકવાર તબિયત લથડતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ આ અંગે માહિતી આપી છે. પ્રાથમિક માહિતી મુજબ ડિહાઈડ્રેશનના કારણે શરદ પવારની તબિયત લથડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

  પિતાની તબિયત ખરાબ હોવાની જાણ થતાં સુપ્રિયા સુલે NCP(SP)ની બેઠક અધવચ્ચે છોડીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યાં હતાં. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ શરદ પવારની સારવાર ચાલી રહી છે. તેમની તબિયતને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે.

(8:57 PM IST)