News of Sunday, 4th October 2026
કુદરતનો કોપ: પેરાગ્વેમાં આકાશમાંથી વરસ્યા 'ટેનિસ બોલ' જેવડા કરા, ઘરોની છતો વિંધાઈ અને કારના કાચ ચૂરચૂર
અચાનક બદલાયેલા હવામાને ભારે તારાજી સર્જી | પાટનગર અસુન્સિઓન સહિત અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાનની ભીતિ

અસુન્સિઓન (પેરાગ્વે): દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં કુદરતી આફતે ભારે વિનાશ વેર્યો છે. અચાનક પલટાયેલા હવામાન બાદ આકાશમાંથી ટેનિસ બોલની સાઈઝના મોટા મોટા કરા પડવાનું શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. કરાનો કદ અને ઝડપ એટલી તીવ્ર હતી કે તેનાથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર અને ઘરોના શેડને ભારે નુકસાન પહોંચ્યું છે.
અહેવાલો મુજબ, પાટનગર અસુન્સિઓન અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશી કરા પડવાને કારણે ઘરોના છાપરાં વિંધાઈ ગયા હતા તથા અનેક કારના કાચ તૂટીને ચૂરચૂર થઈ ગયા હતા. કરા પડવાની સાથે ભારે પવન પણ ફુંકાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યંત ખરાબ હવામાનના કારણે લોકોને ઘરોમાં જ રહેવાની અને સુરક્ષિત સ્થળે આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. આ કુદરતી હોનારતમાં મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
