તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
નેપાળ-તિબેટમાં કુદરતનો કાળો કહેર: મૃત્યુઆંક ૧૦૦૩, ૪૪૦૦થી વધુ લાપતા; હજારો લોકોની શોધખોળ
કાદવ, મોટા પથ્થરો અને તૂટેલા રસ્તાઓને કારણે કામગીરી અત્યંત મુશ્કેલ બની:ભારત, ચીન અને દક્ષિણ કોરિયાની વિશેષ ટીમો પણ મદદમાં જોડાઈ: વિનાશ હિમનદી તૂટ્યા પછી પાણી, બરફ, પથ્થરો અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ ધસી આવવાથી સર્જાયો

હિમાલય વિસ્તારમાં સર્જાયેલી વિનાશક હોનારતમાં નેપાળ અને તિબેટનો સંયુક્ત મૃત્યુઆંક એક હજારને પાર કરી ગયો છે. તા. ૧ સપ્ટેમ્બરની તાજી વિગતો મુજબ નેપાળમાં ૯૮૭ અને તિબેટમાં ૧૬ લોકોના મોત થયા છે, એટલે કુલ મૃત્યુઆંક ૧૦૦૩ થયો છે. નેપાળમાં ૩૯૧૬ અને તિબેટમાં ૫૪૬ મળીને ૪૪૦૦થી વધુ લોકો હજુ લાપતા છે. નેપાળમાં લાપતા લોકોમાં સેંકડો વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી નેપાળમાં ૧૧,૮૦૦થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અનેક જળવિદ્યુત યોજનાઓ અને પહાડી ટનલોમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવા વિશેષ બચાવ કામગીરી ચાલી રહી છે. કાદવ, મોટા પથ્થરો અને તૂટેલા રસ્તાઓને કારણે કામગીરી અત્યંત મુશ્કેલ બની છે. ભારત, ચીન અને દક્ષિણ કોરિયાની વિશેષ ટીમો પણ મદદમાં જોડાઈ છે. આ વિનાશ હિમનદી તૂટ્યા પછી પાણી, બરફ, પથ્થરો અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ ધસી આવવાથી સર્જાયો હતો.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
