News of Monday, 16th November 2026
અમેરિકામાં આવતીકાલે મંગળવારે રાષ્ટ્રવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ
ટીવી, રેડિયો અને સેટેલાઇટ પ્રસારણ થોડા સમય માટે અટકશે : નાગરિકોને ન ગભરાવા તંત્રની અપીલ

ન્યૂયોર્ક : અમેરિકામાં આગામી ૧૭મી નવેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવનાર છે. વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આ ટેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન સમગ્ર અમેરિકામાં ટેલિવિઝન, રેડિયો, કેબલ અને સેટેલાઇટ પ્રસારણ થોડા સમય માટે ખોરવાશે અને પ્રસારણ વચ્ચે લોકોને એક ખાસ એલર્ટ ટોન સંભળાશે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ માત્ર એક નિયમિત પરીક્ષણ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં કોઈ મોટી કટોકટી કે રાષ્ટ્રીય આફત સમયે દેશભરની સંદેશાવ્યવહાર વ્યવસ્થા કેટલી સચોટ અને ઝડપથી કામ કરે છે તેની ચકાસણી કરવાનો છે.
લોકોને અચાનક ટીવી કે રેડિયો પર પ્રસારણ બંધ થવાથી ગભરાટમાં ન આવવા અને શાંતિ જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે. આ પરીક્ષણની પ્રક્રિયા ગણતરીની મિનિટો પૂરતી જ મર્યાદિત રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબ તમામ પ્રસારણ શરૂ થઈ જશે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
