તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
૧૧ સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન
પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ સરકારની સુધારેલી પર્ફોર્મન્સ લિક્ડ ઇન્સેન્ટિવ (PLI)યોજના અને અન્ય પડતર માંગણીઓ

નવી દિલ્હી તા.૨: બેંકોના ગ્રાહકો માટે આગામી બે મહિના મુશ્કેલીભર્યા બની શકે છે. જેમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ તેમની વિવિધ પડતર માંગણીઓને લઇને તબક્કાવાર હડતાળની જાહેરાત કરી છે.જેમાં પાંચ દિવસના બેંકિગ સપ્તાહ, સરકારની સુધારેલી પર્ફોર્મન્સ લિક્ડ ઇન્સેન્ટિવ (PLI)યોજના અને અન્ય પડતર માંગણીઓ કરી છે.
UFBU ના આહ્વાન બાદ ૧૧ સપ્ટેમ્બરે એક દિવસીય હડતાળ કરવામાં આવશે. જ્યારે બેંક કર્મચારીઓ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે કામગીરી બંધ રાખશે. યુનિયને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ અંગે કોઈ ઉકેલ નહીં આવે તો ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ અનિヘતિ સમય માટે દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.
યુનિયનના જણાવ્યા મુજબ ફોરમમાં સાત યુનિયનો (AIBEA, AIBOC, NCBE,AIBOA,BEFI,INBOC,INBEF)નો સમાવેશ થાય છે. જેમાં જાહેર ક્ષેત્ર, ખાનગી, વિદેશી, પ્રાદેશિક ગ્રામીણ અને સહકારી બેંકોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
સત્તાવાર નિવેદન મુજબ, યુનિયનોએ ચાર મુખ્ય માંગણીઓ ઉઠાવી છે. જેમાં પાંચ દિવસના બેંકિગ સપ્તાહનો અમલ, સરકારની કામગીરી-સંબંધિત પ્રોત્સાહન યોજના પાછી ખેંચી લેવી, દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા પ્રોત્સાહન યોજનામાં ફેરફાર કરવો અને બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ કરવું.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
