News of Saturday, 25th July 2026
દિલ્હીમાં આજે બપોરે બીજી બેઠક પૂર્વે કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાનું મોટું નિવેદન - બે માંગણીઓ પર લેખિત ખાતરી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે સ્પષ્ટતા માટે મૂકી માંગ
સોનમ વાંગચુક સામે ટ્રોલિંગ અને કોંગ્રેસના આક્ષેપો અંગે આશુતોષ રાંકાએ વ્યક્ત કર્યો રોષ : ૨૬ દિવસ ભૂખ હડતાળ કરનાર દેશભક્ત પર સવાલ ઉઠાવવાને ગણાવ્યા શરમજનક

નવી દિલ્હી:દિલ્હીમાં સરકાર સાથે યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પહેલા કૂકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ એક નિવેદનમાં બેઠકની પ્રક્રિયા અને પડતર મુદ્દાઓ પર પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે તેમને આજે બપોરે ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યાનો સમય આપ્યો છે, જોકે બેઠકનું સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.
બે માંગણીઓ પર લેખિત મંજૂરી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર 'હા કે ના'માં જવાબની માંગ:
આશુતોષ રાંકાએ ચર્ચાની દિશા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, જે બે માંગણીઓ પર સદ્ધાંતિક સંમતિ (ઈન-પ્રિન્સિપલ એગ્રીમેન્ટ) સધાઈ ચૂકી છે, તેના પર સરકાર તરફથી લેખિત પુષ્ટિ મળવી જરૂરી છે જેથી તે બાબતોને આખરી ઓપ આપી શકાય. આ ઉપરાંત તેમણે ધર્મેન્દ્ર પ્રધાન અંગે સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સરકાર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગશે કે નહીં તે અંગે 'હા' કે 'ના' માં જ સ્પષ્ટ જવાબ આપે, કારણ કે આ મુદ્દે વધુ વિચાર-વિમર્શ કરવાની હવે કોઈ ક્ષમતા કે અવકાશ રહ્યો નથી.
સોનમ વાંગચુકના સમર્થનમાં નિવેદન - ટ્રોલિંગ અને વિપક્ષી આક્ષેપોને ગણાવ્યા શરમજનક:
સોનમ વાંગચુકના વીડિયો મેસેજ અંગે વાત કરતા આશુતોષ રાંકાએ રાઈટ વિંગ દ્વારા થઈ રહેલા ટ્રોલિંગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશના ભવિષ્ય માટે પોતાના જીવનું જોખમ ખેડીને ૨૬ દિવસ સુધી ભૂખ હડતાળ કરનાર વ્યક્તિને ટ્રોલ કરવાથી વધુ શરમજનક કશું હોઈ ન શકે.
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ દ્વારા સોનમ વાંગચુક પર કરાયેલા 'અન્ના પાર્ટ-ટુ' અને 'સરકાર સાથે પર્સનલ ડીલ'ના આરોપો અંગે પ્રતિક્રિયા આપતા રાંકાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શું વિચારી રહી છે તે તેઓ નથી જાણતા. પરંતુ વાંગચુકે ઘણું કાર્ય કર્યું છે અને કાનૂની કેસ ન થાય તેમજ વળતર મળે તે માટે વાટાઘાટો પણ કરી છે. આવી પરિસ્થિતિમાં સોનમ વાંગચુક પર સવાલો ઉઠાવવા યોગ્ય નથી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
