તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
અક્ષરધામ દિલ્હી ખાતે યોજાયુ રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન : ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬'માં શબ્દ-સુમનોની સુવાસ પ્રસરી

નવી દિલ્હી : સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે ગત રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬'નું આયોજન કરાયુ હતુ. આ કવિ સંમેલન માટે દેશના વિવિધ પ્રાંતોના સર્જકો પાસેથી હિન્દી, સંસ્કળત અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક કાવ્યો, મુક્તકો, ગઝલો વગેરે સાહિત્ય રચનાઓ આમંત્રિત કરવામાં આવી હતી. સંમેલનના મુખ્ય વિષયો ‘ગુરુ', ‘ભગવાન', ‘આત્મવિચાર', ‘સાંખ્ય વિચાર' અને ‘અક્ષય આનંદ' જેવા આધ્યાત્મિક વિષયો પર આધારિત હતા. દેશભરમાંથી પ્રાપ્ત થયેલી કળતિઓમાંથી પસંદગી સમિતિએ શ્રેષ્ઠ રચનાઓનું ચયન કર્યું હતું અને તે પ્રતિભાશાળી સર્જકોને અક્ષરધામ પરિસરમાં પોતાની કળતિઓનું કાવ્યપઠન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીજી (ભારતના પૂર્વ લોકપાલ સમિતિના ન્યાયિક સભ્ય તથા મણિપુર ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ), ડો. શિવ શંકર મિશ્ર (કુલપતિ, મહર્ષિ પાણિની સંસ્કળત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન), ડો. પ્રમોદ કુમાર શર્મા (કુલપતિ, સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી, મેરઠ), ઉદય કુમાર (સંપાદક, અમર ઉજાલા), આશિષ પાંડે (સંપાદક, નવભારત ટાઇમ્સ), ડો. નારાયણ દત્ત મિશ્ર (દૂરદર્શનના એન્કર, સંસ્કળત વાર્તાવલીના મુખ્ય સંપાદક તથા ‘ક્રિએટિવ યંગ માઇન્ડ ઓફ ઇન્ડિયા'થી સન્માનિત), પ્રશાંત તિવારી (ચેરમેન, ધ ડેઇલી પાયોનિયર), સ્વદેશ કુમાર (મેટ્રો સીટી સંપાદક, દૈનિક જાગરણ), ડો. પ્રેમ શંકર શર્મા (પ્રયાગરાજના નિવળત્ત એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા રાષ્ટ્રીય સંસ્કળત કવિ એવોર્ડ વિજેતા), શુભમસિંહ (ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદગી પામેલા ભાવિ અધિકારી તથા આઈઆઈટી કાનપુરમાંથી એન્જિનિયરિંગ સ્નાતક), સંજય ઉપાધ્યાય (મુખ્ય સંપાદક, મધરલેન્ડ વોઇસ) તથા હેમંત કેશવ શર્મા (ધ પાયોનિયરના નેતળત્વ મંડળના સભ્ય) સહિત અનેક અતિથિઓએ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રથમ સત્રનો પ્રારંભ બપોરે એક વાગ્યે ડો. જ્ઞાનાનંદદાસ સ્વામી (સહ-નિર્દેશક, બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી)ના સ્વાગત પ્રવચનથી થયો. આ પ્રસંગે ભાષા, સાહિત્ય અને ઉપાસનાનો અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો. આમંત્રિત કવિઓએ પોતાની કલમના સુગંધિત શબ્દોને ભક્તિભાવ સાથે ગૂંથી એક પછી એક હૃદયસ્પર્શી કાવ્ય પ્રસ્તુતિઓ આપી. તેમની રચનાઓમાં ગુરુ-મહિમા, ગુરુ-પ્રેમ, ઈશ્વરીય અનુગ્રહ, અક્ષરધામની દિવ્યતા અને ગુરુકળપા જેવા વિષયો ભાવસભર અને ચિંતન પ્રેરક રીતે અભિવ્યક્ત થયા. કાર્યક્રમના બીજા સત્રમાં કવિઓની પ્રસ્તુતિની સાથે દિગ્ગજ સાહિત્યકારો સાથે ગોષ્ઠી, ચર્ચા અને પ્રશ્નોત્તરીનું આયોજન થયું હતું. જે સભાસદો માટે જ્ઞાન, આનંદ અને પ્રેરક રહ્યું હતું. પોતાના સંબોધનમાં મહાનુભાવોએ કાવ્યને ભક્તિની સહજ અને સુંદર અભિવ્યક્તિ ગણાવી અને આવા આયોજનોને સાહિત્ય અને અધ્યાત્મના સુમેળભર્યા સંગમ તરીકે બિરદાવ્યા. કાર્યક્રમના અંતે પુરસ્કળત કવિ-પ્રતિભાગીઓને પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી કરવામાં આવ્યું હતું.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
