તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે નેશનલ કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેશનલ કોન્ફરન્સે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.
આ નિર્ણય ડાચીગામમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યો અને સાંસદો સહભાગી થશે. નેશનલ કોન્ફરન્સનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સંસદમાં કરેલા વાયદા મુજબ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં વિલંબ કરી રહી છે. આ લડાઈ હવે રાષ્ટ્રીય રાજધાની સુધી પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે. કોંગ્રેસ પણ આ માંગમાં પાર્ટી સાથે જોવા મળી રહી છે.
વિધાનસભા ચૂંટણી બાદ ચૂંટાયેલી સરકાર હોવા છતાં મર્યાદિત અધિકારો મળતા હોવાથી રાજ્યનો દરજ્જો મળે તો જ વહીવટી જવાબદારી અને જનતાની સમસ્યાઓનું નિરાકરણ શક્ય બનશે તેવી તર્કબદ્ધ દલીલો કરવામાં આવી રહી છે. હવે કેન્દ્ર સરકારના આગામી નિર્ણય પર તમામની નજર છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
