News of Sunday, 16th August 2026
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર રાજા સેનનું નિધન: 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
તેમણે પોતાની કારકિર્દીમાં 3 નેશનલ ફિલ્મ અવોર્ડ જીત્યા હતા. બંગાળી સિનેમા ઉપરાંત તેમણે ટેલિવિઝન અને ડોક્યુમેન્ટ્રી ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ કર્યું હતું.

બંગાળી ફિલ્મમેકર રાજા સેનનું 71 વર્ષની ઉંમરે કોલકાતાની હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ નિધન થયું. રાજા સેનને ‘દામુ’, ‘આત્મીય સ્વજન’ અને ‘લેબોરેટરી’ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવતા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 3 નેશનલ ફિલ્મ અવોર્ડ જીત્યા હતા. બંગાળી સિનેમા ઉપરાંત તેમણે ટેલિવિઝન અને ડોક્યુમેન્ટ્રી ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ કર્યું હતું. તેમની ફિલ્મોમાં માનવીય સંબંધો અને સામાજિક સચ્ચાઈને ખાસ મહત્વ મળતું હતું. રાજા સેનના નિધનથી બંગાળી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
