તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્'ને હવે રાષ્ટ્રગાન ‘જન ગણ મન' સમાન દરજ્જો
અપમાન કરનારને ત્રણ વર્ષની જેલ અથવા દંડ અથવા બન્નેની સજા થઈ શકે છે.

નવી દિલ્હી,તા.૭: પヘમિ બંગાળની ચૂંટણીમાં વિજય બાદ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્' અંગે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વંદે માતરમને રાષ્ટ્રગીત ‘જન ગણ મન' સમાન દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદામાં સુધારાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે.
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદે માતરમ' પર હવે તે તમામ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે, જે રાષ્ટ્રગીત પર લાગુ છે. હવે તેના અપમાન અથવા ગાનમાં અવરોધ ઊભો કરવા બદલ સજાની જોગવાઈ રહેશે. અત્યાર સુધી રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન બદલ જેલ, દંડ અથવા બન્નેની જોગવાઈ હતી, જેમાં હવે ‘વંદે માતરમ્'નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સુધારા અંતર્ગત કાયદાની કલમ-૩માં ફેરફાર કરાશે. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને વંદે માતરમના ગાનમાં ખલેલ પહોંચાડશે, તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્નેની સજા થઈ શકે છે. બીજી વારના ગુના માટે ઓછામાં ઓછી એક વર્ષની જેલની જોગવાઈ છે. દેશમાં વંદે માતરમની ૧૫૦માં વર્ષગાંઠની ઉજવણી કરાઇ રહી છે ત્યારે આ નિર્ણય લેવાયો છે. આ પહેલાં વર્ષ ૨૦૦૫માં રાષ્ટ્રધ્વજના અપમાનજનક ઉપયોગને પણ પ્રતિબંધિત કરવા માટે કાયદામાં ફેરફાર કરાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જણાવ્યું હતું કે, તુષ્ટીકરણની રાજનીતિને કારણે આ ગીતને સાંપ્રદાયિક રંગ આપીને અવગણવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયે પણ હવે સરકારી કાર્યક્રમોમાં તેના તમામ છ અંતરા ગાવાનો આદેશ આપ્યો છે. પヘમિ બંગાળની ચૂંટણીમાં ભાજપે વંદે માતરમને બંગાળી અસ્મિતા અને રાષ્ટ્રવાદના પ્રતીક તરીકે રજૂ કર્યું હતું.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
