<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

નર્મદા ડેમની સપાટી ૧૩૭.૭૯ મીટર : ૨ વર્ષ સુધી ખૂટશે નહી પાણી!

ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચારઃ ડેમમાં ૫,૭૬૦ MCM લાઈવ સ્‍ટોરેજ ઉપલબ્‍ધ હોવાથી આગામી ૨ વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકાશે

નવી દિલ્‍હી,તા.૧૪: ગુજરાત રાજ્‍યના કરોડો નાગરિકો અને ખાસ કરીને ધરતીપુત્રો માટે અત્‍યંત આનંદ અને રાહતના સમાચાર સામે આવ્‍યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો વિપુલ અને પૂરતો જથ્‍થો સંગ્રહિત થયો છે. ડેમની વર્તમાન જળસપાટી વધીને ૧૩૭.૭૯ મીટરના ઐતિહાસિક સ્‍તરે નોંધાઈ છે, જેના કારણે આગામી બે વર્ષ સુધી રાજ્‍યમાં પીવાના પાણી કે સિચાઈ માટે કોઈ જળસંકટ સર્જાવાની ભીતિ રહી નથી.

નર્મદા નિગમના સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપરવાસના કેચમેન્‍ટ વિસ્‍તારોમાંથી સરદાર સરોવર ડેમમાં હાલ ૫૩,૦૯૯ ક્‍યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. આ નોંધપાત્ર આવકને પગલે ડેમ તેની મહત્તમ સપાટીની અત્‍યંત નજીક પહોંચી ગયો છે. હાલમાં ડેમમાં ૫,૭૬૦ પ્‍ઘ્‍પ્‍ જેટલો વિશાળ લાઈવ સ્‍ટોરેજ પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ છે. જળસંગ્રહની આ મજબૂત સ્‍થિતિ રાજ્‍યના જળ વ્‍યવસ્‍થાપન માટે મોટી સફળતા સમાન છે.

ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્‍થો ઉપલબ્‍ધ હોવાથી રાજ્‍ય સરકાર અને નર્મદા નિગમ દ્વારા ગુજરાતની મુખ્‍ય કેનાલમાં છોડવામાં આવતા પાણીના જથ્‍થામાં વધારો કરવામાં આવ્‍યો છે. હાલમાં કેનાલ મારફતે ૨૨,૦૪૯ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી રાજ્‍યના વિવિધ જિલ્‍લાઓમાં પીવાના પાણીનો પુરવઠો નિયમિત જળવાઈ રહેશે અને સાથે જ શિયાળુ પાકની વાવણી માટે ખેડૂતોને સિચાઈનું પૂરતું પાણી મળી રહેશે.

નિષ્‍ણાતોના અંદાજ મુજબ, સરદાર સરોવર ડેમમાં સંગ્રહિત થયેલો વર્તમાન જળજથ્‍થો સમગ્ર ગુજરાતની પીવાના પાણી અને સિચાઈની જરૂરિયાતોને આગામી ૨ વર્ષ સુધી સંતોષવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. સૌરાષ્ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્‍તારોમાં નર્મદાના નીર પહોંચતા ખેતીવાડી અને ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળશે. નર્મદા ડેમની આ સુખદ સ્‍થિતિને પગલે રાજ્‍યભરના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.(૪૦

 

 

(2:55 PM IST)