તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
પત્ની મમતા કાફલેની હત્યા કરી લાશના ટુકડા કરનાર નરેશ ભટ્ટ ફર્સ્ટ-ડિગ્રી મર્ડરમાં દોષિત સાબિત
વર્જિનિયાની કોર્ટમાં ઐતિહાસિક ફેંસલો, ૨૦ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની થઈ શકે છે સજા

વર્જિનિયા : વર્જિનિયામાં પત્ની મમતા કાફલેના મૃતદેહના ટુકડા કરી નાખવાની ભયાનક કબૂલાત કર્યા બાદ નરેશ ભટ્ટને પ્રથમ શ્રેણીની હત્યા (ફર્સ્ટ-ડિગ્રી મર્ડર) માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અગાઉ નરેશ ભટ્ટે દાવો કર્યો હતો કે તેમની પત્નીએ આત્મહત્યા કરી છે, પરંતુ કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે જ પત્નીની હત્યા કરી હતી અને લાશના ટુકડા કર્યા હતા.
૧૦ નવેમ્બરના રોજ આવેલા આ ચુકાદામાં જ્યુરી સભ્યોએ તેમને પ્રથમ શ્રેણીની હત્યાના ગુનામાં દોષિત ગણ્યા હતા. NBC વોશિંગ્ટનના અહેવાલ મુજબ, ભટ્ટને કાફલેના મૃતદેહનું અપમાન કરવા અને તેને છુપાવવા બદલ પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. મંગળવારે આવેલો આ મહત્ત્વનો ફેંસલો છ અઠવાડિયા સુધી ચાલેલી અનેક સાક્ષીઓની જુબાની અને પુરાવાઓ બાદ સામે આવ્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન આરોપી નરેશ ભટ્ટે વારંવાર પોતાના નિવેદનો બદલ્યા હતા. શરૂઆતમાં તેણે દાવો કર્યો હતો કે તેને પત્ની મૃત હાલતમાં મળી હતી અને આસપાસ ઝેરી જંતુનાશક દવાના પેકેટ પડ્યા હતા, જ્યારે ૨૦૨૪માં તેણે કહ્યું હતું કે તેણે પત્નીને ૩૧ જુલાઈએ છેલ્લી વાર જોઈ હતી અને તેને ખબર નથી કે તે ક્યાં છે. પ્રોસિક્યુશને જ્યુરી સમક્ષ દલીલ કરી હતી કે ભટ્ટે આઘાતજનક રીતે પત્નીની હત્યા કરી, તેના અંગવિચ્છેદન કર્યા અને તેને કચરાપેટીની જેમ લેન્ડફિલમાં ફેંકી દીધી.
આ ગંભીર કેસમાં નરેશ ભટ્ટની સજાની સુનાવણી આગામી માર્ચ ૨૦૨૭માં હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ-ડિગ્રી મર્ડરના ગુના બદલ તેમને ઓછામાં ઓછી ૨૦ વર્ષની જેલ અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે શરીર છુપાવવા અને અપવિત્ર કરવાના ગુનામાં વધારાની પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી શકે છે
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
