તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
૧૭ સપ્ટેમ્બર ગુરૂવારે નરેન્દ્રભાઈનો જન્મદિવસઃ ૭૭માં વર્ષમાં મંગલ પ્રવેશ
વડનગરની ગલીઓથી શરૂ થયેલી એક અસાધારણ જીવનયાત્રા ચાની દુકાન થી પુસ્તકાલય સુધી... ઘર છોડવાથી હિમાલય સુધી... અને સંઘના પ્રચારક બનવાથી રાષ્ટ્રીય નેતા બનવા સુધીની જીવન ઝરમર : વડનગર જ્યાંથી જીવનના પ્રથમ પાઠ મળ્યા, સામાન્ય પરિવાર, પરંતુ અસામાન્ય સંઘર્ષ, પિતા પાસેથી શિસ્ત, માતા પાસેથી સંવેદના, બાળપણ થી જ વાંચનનો શોખ, ચર્ચા અને વાદ-વિવાદનો સ્વભાવ, સ્વામી વિવેકાનંદ યુવાન નરેન્દ્રના વિચાર જગતના પ્રેરણાષાોત, ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડવા નો નિર્ણય, હિમાલયની શોધ અને આધ્યાત્મિક સફર, રામકૃષ્ણ મિશન અને આધ્યાત્મિક વિચાર, અમદાવાદ જીવનનો નવો અધ્યાય, આરઆરએસના પ્રચારક તરીકે કઠોર જીવન, કટોકટી નો સમય યુવાન કાર્યકરનો સંઘર્ષ સાદગીભર્યું જીવન, ચાની દુકાન જીવનની પહેલી ‘યુનિવર્સિટી' માતાની સંવેદનાનો પ્રભાવ, પિતાની શિસ્ત અને સમયની કિંમત, પુસ્તકોથી બનેલું વિચાર જગત, એકાંતમાંથી આત્મચિંતન, વ્યક્તિ બનવાથી વધુ ‘કંઈક કરવા'ની વિચારસરણી, સંગઠન જીવન વ્યક્તિગત જીવનમાંથી જાહેર જીવન તરફ, ‘વડનગરથી દિલ્હી' નહીં, ‘સંઘર્ષ થી સંકલ્પ'ની કહાની ૧૭ સપ્ટેમ્બર એક જન્મદિવસ, અનેક જીવનપાઠ જન્મદિવસે નરેન્દ્ર મોદીની જીવન યાત્રાને સલામ

(જીતેન્દ્ર રૂપારેલિયા....) વાપીઃ વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ૧૭ મી સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે.
નરેન્દ્ર ભાઈનો જન્મ દિવસ એટલે વડનગરની ગલીઓથી શરૂ થયેલી એક અસાધારણ જીવનયાત્રા ચાની દુકાનથી પુસ્તકાલય સુધી... ઘર છોડવાથી હિમાલય સુધી... અને સંઘના પ્રચારક બનવાથી રાષ્ટ્રીય નેતા બનવા સુધીની જીવન ઝરમર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ના જીવનને જો માત્ર રાજકીય લ્લષ્ટિએ જોવામાં આવે તો તેમની કહાની અધૂરી રહી જાય છે , તેમની જીવન યાત્રા નો એક મોટો અને મહત્વપૂર્ણ ભાગ રાજકારણમાં પ્રવેશ કરતાં ઘણાં વર્ષો પહેલાં જ ઘડાઈ ચૂક્યો હતો.
એક નાનકડા શહેરના સામાન્ય પરિવારમાં જન્મેલું બાળક, મર્યાદિત આર્થિક સંજોગો વચ્ચે ઉછરેલો કિશોર, પરિવારની ચાની દુકાન પર મદદ કરતો વિદ્યાર્થી, પુસ્તકો માં કલાકો વિતાવતો યુવાન, સ્વામી વિવેકાનંદના વિચારો તરફ આકર્ષાતો આધ્યાત્મિક શોધક, ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડીને ભારતભ્રમણ કરનાર યુવાન અને અંતે પોતા નું જીવન સમાજ તથા રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લેનાર વ્યક્તિઆ છે નરેન્દ્ર મોદી.....
૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લા ના વડનગર માં નરેન્દ્ર મોદી નો જન્મ થયો , ભારતને સ્વતંત્રતા મળ્યાને ત્યારે માત્ર ત્રણ વર્ષ જ થયા હતા , દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરા બા ના પરિવાર માં તેઓ ત્રીજા સંતાન હતા , સત્તાવાર જીવનચરિત્ર અનુસાર પરિવાર સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતો હતો અને આખું કુટુંબ આશરે ૪૦ ફૂટ બાય ૧૨ ફૂટના નાનકડા એક માળ ના મકાન માં રહેતું હતું , આ નાનકડું ઘર, વડનગરની ગલી ઓ અને સામાન્ય લોકો વચ્ચે નું બાળપણ જ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું પ્રથમ વિદ્યાલય બન્યું.
વડનગર માત્ર નરેન્દ્ર મોદીની જન્મભૂમિ નહોતું , તે તેમના વિચારો અને વ્યક્તિત્વ ના ઘડતર ની ભૂમિ પણ બની , નાનકડા શહેરનું સામાજિક જીવન, આસપાસ ના સામાન્ય લોકો, મંદિરો, તળાવો, શાળા, પુસ્તકાલય અને ઐતિહાસિક વાતાવરણ આ બધા એ બાળ નરેન્દ્ર ના મન પર પોતાની છાપ પાડી , વડનગરનો પ્રાચીન ઇતિહાસ પણ સમૃદ્ધ રહ્યો છે , નરેન્દ્ર મોદી એ પોતાના વિવિધ સંવાદોમાં વડનગરને બૌદ્ધ શિક્ષણ અને આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળ તરીકે યાદ કર્યું છે , ચીની પ્રવાસી અને વિદ્વાન હ્યુએન ત્સાંગ સાથે જોડાયેલી વડનગરની ઐતિહાસિક કથા ઓ પણ તેમના બાળપણની કલ્પનાશક્તિને અસર કરતી હતી ,તાજેતર ના એક સંવાદ માં તેમણે પોતાના શાળા જીવન, વડનગર ના વાતાવરણ અને બાળપણ ના અનુભવોને યાદ કરતાં જણાવ્યું હતું કે ગામમાં પુસ્તકાલય જેવી સુવિધા ઓ તેમના માટે જ્ઞાનની દુનિયામાં પ્રવેશવાનો માર્ગ બની હતી.
સામાન્ય પરિવાર, પરંતુ અસામાન્ય સંઘર્ષ
નરેન્દ્ર મોદી ના બાળપણની સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે તેમનું જીવન સુખ-સગવડથી ભરેલું નહોતું , પરિવારની આર્થિક પરિસ્થિતિ મર્યાદિત હતી , પિતા દામોદરદાસ મોદી વડનગર રેલવે સ્ટેશન નજીક ચા ની દુકાન ચલાવતા હતા અને પરિવાર ના બાળકો પણ સમય મળ્યે આ કામ માં મદદ કરતા , બાળ નરેન્દ્ર માટે અભ્યાસ અને પરિવારની જવાબદારી બંને સાથે ચાલતા , શાળા એ જવાનું, અભ્યાસ કરવો અને બાકી સમયમાં પરિવારની ચાની દુકાનમાં મદદ કરવી , આ દિનચર્યા એ બાળપણથી જ તેમને મહેનત અને જવાબદારી ના પાઠ શીખવ્યા , સત્તાવાર જીવનકથા માં પણ નોંધવામાં આવ્યું છે કે અભ્યાસ સાથે તેઓ પરિવાર ની ચા ની દુકાન માં કામ માટે સમય કાઢતા હતા , તેમના શાળાના મિત્રો તેમને મહેનતુ અને ચર્ચા-વિવાદમાં રસ ધરાવતા વિદ્યાર્થી તરીકે યાદ કરે છે .
પિતા પાસેથી શિસ્ત, માતા પાસેથી સંવેદના નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં તેમના માતા-પિતા ની અસર વિશે તેમણે પોતે અનેક પ્રસંગે વાત કરી છે , પિતા દામોદરદાસ મોદીને તેઓ મહેનતુ, શિસ્તબદ્ધ અને સમય ના ખૂબ જ પાબંદ વ્યક્તિ તરીકે યાદ કરે છે , માતા હીરા બાનું જીવન તો સંઘર્ષ અને સાદગીનું ઉદાહરણ હતું , નાનકડા ઘર માં પરિવારનું ભરણપોષણ કરવું સરળ નહોતું , હીરા બા ઘરકામ ઉપરાંત પરિવાર ની આવકમાં મદદરૂપ થવા માટે અન્ય ઘરો માં વાસણો સાફ કરતા અને ચરખો પણ ચલાવતા હોવાનું નરેન્દ્ર મોદી એ પોતાના એક ભાવનાત્મક લેખમાં યાદ કર્યું હતું ,વરસાદના દિવસોમાં ઘરની છતમાં થી પાણી ટપકતું ત્યારે ઘરમાં વાસણો મૂકીને પાણી એકત્ર કરવું પડતું , આવી નાની પરંતુ જીવનને ઘડતી ઘટનાઓ તેમણે પોતાની માતાની યાદોમાં વર્ણવી છે, અને કદાચ આ જ પરિસ્થિતિઓએ કદાચ બાળ નરેન્દ્રને શીખવ્યું કે જીવનમાં મુશ્કેલી આવે તો ફરિયાદ કરતાં તેનો સામનો કરવો.
બાળપણમાં જ વાંચનનો શોખ
નરેન્દ્ર મોદીના બાળપણનો એક રસપ્રદ પાસુ તેમનો વાંચન પ્રત્યેનો લગાવ હતો , શાળાના મિત્રો અનુસાર તેઓ સામાન્ય બાળકો કરતાં અલગ રીતે પુસ્તકો તરફ આકર્ષાતા , સ્થાનિક પુસ્તકાલય માં કલાકો સુધી બેસીને વાંચવાનું તેમને ગમતું , પુસ્તકો તેમના માટે માત્ર મનોરંજન નારત ની પરંપરા ઓ વિશે જાણતા થયા , આ વાંચનની ટેવ આગળ જતાં તેમના વ્યક્તિત્વનો મહત્વપૂર્ણ હિસ્સો બની.
ચર્ચા અને વાદ-વિવાદ નો સ્વભાવ
બાળપણથી જ નરેન્દ્ર મોદીને ચર્ચા અને વાદ-વિવાદમાં રસ હતો ,શાળામાં કોઈ વિષય પર પોતાના વિચારો રજૂ કરવા તેમને ગમતું , તેમની અંદર પ્રશ્ન પૂછવા ની અને જવાબ શોધવાની વૃત્તિ હતી આ વૃત્તિ આગળ જતાં તેમના જાહેર જીવન માં પણ જોવા મળી વિચાર રજૂ કરવાની, ભાષણ કરવાની અને લોકો સમક્ષ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે મૂકવા ની તેમની ક્ષમતા ધીમે ધીમે વિકસતી ગઈ.
તરવાનું પણ હતું ગમતું , બાળપણની યાદોમાં એક સામાન્ય બાબત પણ નોંધાય છે , નરેન્દ્ર મોદીને તરવાનો શોખ હતો , વડનગરના તળાવો અને પાણી સાથે તેમનો બાળપણ થી જ સંબંધ રહ્યો, આવી નાની બાબતો કદાચ તેમની જીવનકથામાં મોટી લાગતી નથી, પરંતુ તે સમયના સામાન્ય ગામડાના બાળકનું જીવન કેવું હતું તેની ઝલક આપે છે. સ્વામી વિવેકાનંદ યુવાન નરેન્દ્ર ના વિચાર જગતના પ્રેરણાષાોત
નરેન્દ્ર મોદીના જીવનમાં સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ખૂબ મહત્વનો રહ્યો છે ,યુવાનીના પ્રારંભિક વર્ષોમાં તેઓ સ્વામી વિવેકાનંદ ના જીવન અને વિચારો તરફ આકર્ષાયા ,સ્વામી વિવેકાનંદની રાષ્ટ્રપ્રેમ, આત્મવિશ્વાસ, આધ્યાત્મિકતા અને માનવ સેવાની વિચારધારા એ યુવાન નરેન્દ્રના મન પર ઊંડી અસર કરી , તેમને લાગવા લાગ્યું કે જીવન નો હેતુ માત્ર વ્યક્તિગત સુખ કે કારકિર્દી નહીં, પરંતુ સમાજ માટે કંઈક કરવાનો પણ હોઈ શકે , સત્તાવાર જીવન કથા મુજબ સ્વામી વિવેકાનંદ ના વિચારો નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ઝુકાવના ઘડતરમાં મહત્વપૂર્ણ રહ્યા હતા.
૧૭ વર્ષની ઉંમરે ઘર છોડવાનો નિર્ણય
નરેન્દ્ર મોદીના જીવનમાં સૌથી રહસ્યમય અને રસપ્રદ તબક્કાઓમાંનો એક છે તેમની યુવાનીમાં ઘર છોડવાની ઘટના , લગભગ ૧૭ વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું અને ભારત ના વિવિધ વિસ્તારો માં વિહરવા નું શરૂ કર્યું , આ કોઈ સામાન્ય પ્રવાસ નહોતો , તેઓ ભારતને માત્ર નકશા પર નહીં પરંતુ લોકો, સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક અનુભવો દ્વારા સમજવા માંગતા હતા , આ પ્રવાસ દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોની મુલાકાત લીધી અને વિવિધ સંસ્કૃતિ ઓ નો અનુભવ કર્યો , લગભગ બે વર્ષ બાદ જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેઓ અગાઉના નરેન્દ્ર રહ્યા નહોતા , તેમની અંદર જીવન વિશે નો લ્લષ્ટિકોણ બદલાઈ ગયો હતો અને જીવનમાં કંઈક અલગ કરવાનો નિર્ધાર વધુ સ્પષ્ટ બન્યો હતો.
હિમાલય ની શોધ અને આધ્યાત્મિક સફર નરેન્દ્ર મોદીના યુવાન જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હિમાલય સાથે જોડાયેલી તેમની યાદો છે હિમાલય તરફ તેમનું આકર્ષણ આધ્યાત્મિક શોધ સાથે જોડાયેલું હતું , તેમણે પોતાના જીવનના વિવિધ સંવાદોમાં હિમાલયના પ્રવાસને યાદ કર્યો છે , ઠંડીમાં બહાર સૂવું, પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને અજમાવવી, સાધુ-સંતો ના જીવનને નજીકથી જોવું અને એકાંતમાં પોતા ની અંદર ડોકિયું કરવાનો પ્રયાસ આ બધું તેમની યુવાની ની શોધનો ભાગ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.
આ તબક્કા એ તેમ ના મનમાં એક પ્રશ્ન વધુ મજબૂત બન્યો , ‘‘મારે જીવન માં શું કરવું છે....?'' આ પ્રશ્નનો જવાબ ધીમે ધીમે ‘સેવા' તરફ આગળ વધતો ગયો , રામકૃષ્ણ મિશન અને આધ્યાત્મિક વિચાર , નરેન્દ્ર મોદી ની આધ્યાત્મિક યાત્રા માં રામકૃષ્ણ મિશન સાથે નો સંપર્ક પણ મહત્વપૂર્ણ રહ્યો ,
તેમણે સ્વામી વિવેકાનંદ ના વિચારો સાથે જોડાયેલા સંતો અને સંસ્થા ઓ પાસેથી પ્રેરણા લીધી, સ્વામી આત્મસ્થાનંદ જી સાથેનો તેમનો સંપર્ક પણ તેમના જીવનના મહત્વપૂર્ણ આધ્યાત્મિક અનુભવો માં ગણાય છે , પછી ના વર્ષોમાં તેમણે પોતાના જીવનના આ તબક્કાને યાદ કરતાં કહ્યું છે કે તેમની અંદર સેવા અને આધ્યાત્મિકતા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી , તેમના વિચારો માં સાધુ હોય કે નેતા બંને માટે મૂળભૂત મૂલ્ય ‘સેવા' નું જ હોવું જોઈએ.
અમદાવાદ જીવનનો નવો અધ્યાય
ભારતભ્રમણ અને આધ્યાત્મિક શોધ બાદ નરેન્દ્ર મોદી ગુજરાત પરત ફર્યા , આ વખતે તેમની નજર જીવનને નવી દિશા આપવા તરફ હતી , તેઓ અમદાવાદ પહોંચ્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા , અહીંથી તેમના જીવન માં શિસ્તબદ્ધ સંગઠન જીવનની શરૂઆત થઈ , આ સમય થી તેમનું જીવન વ્યક્તિગત શોધમાંથી સામાજિક સંગઠન અને જાહેર સેવા તરફ આગળ વધવા લાગ્યું , આરઆરએસના પ્રચારક તરીકે કઠોર જીવન , નરેન્દ્ર મોદી માટે આરઆરએસ સાથેનું જીવન આરામદાયક નહોતું.
પ્રચારક તરીકેનું જીવન અત્યંત શિસ્તબદ્ધ હતું , સત્તાવાર જીવનચરિત્ર અનુસાર અમદાવાદમાં ૧૯૭૨ થી પ્રચારક તરીકેના જીવન દરમિયાન તેમની દિનચર્યા વહેલી સવારે શરૂ થતી અને મોડી રાત સુધી ચાલતી , સાદું જીવન, સતત પ્રવાસ, લોકો સાથે સંપર્ક, સંગઠનનું કામ, બેઠક, વાંચન અને કાર્યકરો સાથે સમય પસાર કરવોઆ તેમની દિનચર્યાનો ભાગ બન્યા , આ સમયગાળા એ તેમને સંગઠન ચલાવવાની, લોકો સાથે સંબંધ બાંધવાની અને મુશ્કેલી વચ્ચે કામ કરવાની તાલીમ આપી .
કટોકટીનો સમય યુવાન કાર્યકરનો સંઘર્ષ
૧૯૭૫ થી ૧૯૭૭ વચ્ચે ભારતમાં લાગેલી કટોકટી ભારતીય લોકશાહીનો અત્યંત સંવેદનશીલ સમય હતો , આ સમય દરમિયાન નરેન્દ્ર મોદી પણ લોકશાહી પુનઃસ્થાપિત કરવા ની ચળવળ સાથે જોડાયા હોવાનું સત્તાવાર જીવન ચરિત્ર માં જણાવાયું છે , આ સમય તેમના માટે રાજકીય સત્તા મેળવવાનો નહીં, પરંતુ વિચાર અને સંગઠન માટે સંઘર્ષ કરવાનો સમય હતો , યુવાન વયે જ તેમણે જોયું કે રાજકીય અને સામાજિક પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ શકે છે , આ સમયગાળાના અનુભવો તેમના જાહેર જીવનની વિચાર સરણી ઘડવા માં મહત્વપૂર્ણ બન્યા. સાદગીભર્યું જીવન , નરેન્દ્ર મોદીની યુવાનીના લાંબા સમયગાળા દરમિયાન તેમનું જીવન ખૂબ જ સાદું રહ્યું , નિયમિત દિનચર્યા, ઓછામાં ઓછી વ્યક્તિગત જરૂરિયાતો, સતત વાંચન અને કામ આ તેમની જીવનશૈલીનો ભાગ રહ્યા , તેમના બાળપણની ગરીબી અને સંઘર્ષે તેમને સાદગીનું મૂલ્ય શીખવ્યું હતું ,
પછી જીવનમાં કેટલુંય મોટું સ્થાન મળ્યું હોવા છતાં તેમની જાહેર છબીમાં સાદગી, શિસ્ત અને નિયંત્રિત જીવન શૈલી સતત જોવા મળે છે.
ચાની દુકાન બની જીવનની પહેલી
‘યુનિવર્સિટી' નરેન્દ્ર મોદીના જીવન માં પિતા ની ચાની દુકાન ને માત્ર રોજગારનું સ્થળ ગણવું પૂરતું નથી ,
તેમના પોતાના વર્ણન મુજબ, ચાની દુકાન પર આવતા વિવિધ પ્રકારના લોકો સાથે ની વાતચીતે તેમને જીવન ને નજીકથી સમજવાની તક આપી , કોઈ મુસાફર, કોઈ વેપારી, કોઈ કામદાર, કોઈ વિદ્યાર્થી કે કોઈ સામાન્ય નાગરિક ચાની દુકાન પર આવતા લોકોની વાતો સાંભળીને એક બાળક સમાજના વિવિધ વર્ગોને ઓળખતું ગયું , પછીના એક સંવાદ માં તેમણે ચાની દુકાન ના અનુભવો ને સતત શીખવાની પ્રક્રિયા સાથે જોડ્યા હતા , કદાચ આ જ કારણ છે કે નરેન્દ્ર મોદીની જીવન કથામાં ચાની દુકાન માત્ર એક પ્રસંગ નથી, પરંતુ તેમના બાળપણ ના સામાજિક શિક્ષણ નું પ્રતિક બની ગઈ છે.
માતાની સંવેદના નો પ્રભાવ ,નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં માતા હીરા બા ની અસરને તેઓ ખૂબ મહત્વ આપે છે ,
હીરા બાનું જીવન અત્યંત સાદું હતું , પોતાના બાળકોની સંભાળ રાખવી, ઘર ચલાવવું, આર્થિક મુશ્કેલી ઓ નો સામનો કરવો અને આસપાસ ના લોકો પ્રત્યે સંવેદનશીલ રહેવું આ બધું તેમણે જીવનભર કર્યું , નરેન્દ્ર મોદી એ યાદ કરેલા પ્રસંગોમાં એવું પણ આવે છે કે તેમની માતા વહેલી સવારે આસપાસ ના બાળકોને પરંપરાગત ઘરગથ્થુ ઉપચાર આપતી અને લોકોની મદદ કરતી , આવી ઘટના ઓ એ બાળ નરેન્દ્ર ના મન માં ‘બીજાની મદદ કરવી' અને ‘સેવા'ના વિચારોને મજબૂત કર્યા હોવા નું તેમણે જણાવ્યું છે.
પિતાની શિસ્ત અને સમયની કિમત , દામોદરદાસ મોદીના વ્યક્તિત્વમાં સમયપાલન અને મહેનત નો ગુણ નરેન્દ્ર મોદીએ નોંધ્યો હતો ,ચાની દુકાન ચલાવવી, પરિવાર નું ભરણ પોષણ કરવું અને રોજિદા જીવન માં નિયમિતતા જાળવવીઆ બધું સરળ નહોતું , પિતાની આ કાર્યશૈલીનો પ્રભાવ નરેન્દ્ર મોદીના જીવનમાં પણ જોવા મળ્યો.
વહેલી સવારે ઊઠવું, લાંબા સમય સુધી કામ કરવું અને સમય નો સદુપયોગ કરવો આ ગુણો તેમની જીવનશૈલી માં યુવાની થી જ જોવા મળતા હોવા નું સત્તાવાર વર્ણનોમાં નોંધાયું છે.
પુસ્તકોથી બનેલું વિચાર જગત,
નરેન્દ્ર મોદીના જીવન માં પુસ્તકોનું સ્થાન સતત રહ્યું , સ્વામી વિવેકાનંદ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ જેવા ઐતિહાસિક વ્યક્તિત્વોના જીવન ચરિત્રો અને અન્ય પુસ્તકો માં થી તેમણે પ્રેરણા લીધી હોવાનું તેમણે પોતે જણાવ્યું છે , વાંચન તેમના માટે માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નહોતું , પુસ્તકો દ્વારા તેઓ પોતાને પ્રશ્નો પૂછતા , જીવન શું છે...?, માનવીનો હેતુ શું છે...? , દેશ માટે વ્યક્તિ શું કરી શકે...?
સમાજ માટે પોતા ં જીવન કેવી રીતે ઉપયોગી બનાવી શકાય...? , આવા પ્રશ્નોના જવાબ શોધવાની પ્રક્રિયા તેમ ની યુવાનીમાં જ શરૂ થઈ ગઈ હતી.
એકાંતમાંથી આત્મચિંતન, નરેન્દ્ર મોદીના યુવાની ના પ્રવાસમાં એકાંતનો પણ મહત્વનો ભાગ રહ્યો , હિમાલય હોય કે ભારતના દૂર ના પ્રદેશો તેમણે જીવનને નજીક થી સમજવા માટે એકાંતનો અનુભવ કર્યો , આ સમય દરમિયાન બહારની દુનિયાથી થોડા સમય માટે દૂર રહીને પોતાની અંદરની દુનિયાને સમજવાનો પ્રયાસ કર્યો ,
પછીના જીવનમાં તેમની શિસ્ત, એકાગ્રતા અને સતત કામ કરવાની ક્ષમતા પાછળ આ પ્રકાર ના આત્મચિંતનનો પણ ફાળો રહ્યો હોવાનું તેઓ પોતા ના સંવાદોમાં જણાવે છે. વ્યક્તિ બનવાથી વધુ ‘કંઈક કરવા'ની વિચારસરણી નરેન્દ્ર મોદી ના જીવનદર્શન નો એક રસપ્રદ પાશે એ છે કે તેઓ ઘણીવાર ‘શું બનવું છે...?' એના કરતાં ‘શું કરવું છે...?' ઉપર ભાર મૂકે છે, તેમણે એક સંવાદ માં સમજાવ્યું હતું કે વ્યક્તિ માત્ર કોઈ મોટું પદ મેળવવાનું લક્ષ્ય રાખે તો નિષ્ફળતા તેને નિરાશ કરી શકે છે , પરંતુ કંઈક સારું કરવા નો સંકલ્પ રાખે તો સતત આગળ વધવાની શક્તિ મળે છે , આ વિચાર તેમની પોતાની જીવનયાત્રા સાથે પણ જોડાયેલો દેખાય છે , નાનકડા ગામનાના યુવાને શરૂઆતમાં કોઈ મોટા પદનું સ્વપ્ન જોયું હતું કે નહીં, તે કરતાં વધુ મહત્વનું એ છે કે તેણે પોતાનું જીવન કોઈ હેતુ સાથે જોડવાનો પ્રયાસ કર્યો.
સંગઠન જીવન વ્યક્તિગત જીવનમાંથી જાહેર જીવન તરફ આરઆરએસ સાથે જોડાયા બાદ નરેન્દ્ર મોદીની જીવન યાત્રાએ વધુ સ્પષ્ટ દિશા પકડી ,હવે વ્યક્તિગત આધ્યાત્મિક શોધ ની સાથે સંગઠન અને સમાજ માટે કામ કરવાનો સમય શરૂ થયો ,નાની-મોટી જવાબદારી ઓ સંભાળતા તેઓ ધીમે ધીમે સંગઠન કાર તરીકે ઓળખાવા લાગ્યા ,સતત પ્રવાસ, કાર્યકરો સાથે સંપર્ક, કાર્યક્રમો નું આયોજન અને લોકો સાથે સીધો સંવાદ આ બધું તેમની રોજિદી જીવનશૈલીનો ભાગ બન્યું , આ સમય દરમિયાન જ તેમની અંદર રહેલી આયોજન શક્તિ અને સંગઠન ક્ષમતા વધુ સ્પષ્ટ થવા લાગી.
રાજકારણ પહેલાં નો નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીને આજે આપણે જે રાજકીય ઓળખ થી ઓળખીએ છીએ તે પછીની વાત છે , તે પહેલાં નો નરેન્દ્ર મોદી એક અલગ પ્રકાર ના યુવાન હતા, એક નાનકડા ઘર માં ઉછરેલો બાળક , પિતા ની ચા ની દુકાનમાં મદદ કરતો કિશોર , પુસ્તકો વાંચતો વિદ્યાર્થી , સ્વામી વિવેકાનંદ થી પ્રેરિત યુવાન ,ભારત ભ્રમણ કરતો પ્રવાસી , હિમાલય માં આધ્યાત્મિક શોધ કરતો સાધક , આરઆરએસ નો શિસ્તબદ્ધ કાર્યકર , અને લોકશાહી માટેની કટોકટીની ચળવળમાં જોડાયેલો યુવાન , આ તમામ તબક્કાઓ એ મળીને પછીના નરેન્દ્ર મોદીને ઘડ્યા , ૧૯૮૦ના દાયકામાં એક નવી દિશા , ૧૯૮૦ના દાયકા માં નરેન્દ્ર મોદી સંગઠન ક્ષમ કાર્યકર તરીકે વધુ સ્પષ્ટ રીતે સામે આવ્યા , આ સમયગાળા દરમિયાન તેમણે સંગઠન માં વિવિધ જવાબદારીઓ સંભાળી , તેમની કાર્યશૈલી માં આયોજન, સમય પાલન અને સતત મહેનત નો સમાવેશ થતો , ધીમે ધીમે તેઓ સંગઠન ના મોટા વર્તુળમાં ઓળખાવા લાગ્યા , આ જ સમયગાળા માં તેમના જીવન માં ભારતીય જનતા પાર્ટી ના સંગઠન સાથે નો સીધો રાજકીય તબક્કો શરૂ થયો.
૧૯૮૭ માં તેમણે ગુજરાત ભાજપ ના મહાસચિવ તરીકે કામ શરૂ કર્યું હોવા નું સત્તાવાર જીવન ચરિત્ર માં નોંધાયું છે.
અહીંથી તેમની જીવનયાત્રા એક નવા તબક્કામાં પ્રવેશી, ‘વડનગર થી દિલ્હી' નહીં, ‘સંઘર્ષ થી સંકલ્પ'ની કહાની નરેન્દ્ર મોદી ની જીવનકથા જો એક વાક્યમાં કહેવી હોય તો તેને માત્ર ‘વડનગર થી દિલ્હી સુધીની સફર' કહી શકાય નહીં , ખરેખર તો એ છે ‘‘સંઘર્ષ થી સંકલ્પ સુધીની સફર.''
આર્થિક મુશ્કેલીઓ હતી, પરંતુ હાર માનવાની ટેવ નહોતી , સાધનો ઓછા હતા, પરંતુ શીખવાની ઇચ્છા મોટી હતી , જીવનમાં અનિヘતિતા હતી, પરંતુ કંઈક કરવા નો જુસ્સો હતો , આધ્યાત્મિક પ્રશ્નો હતા, પરંતુ જવાબ શોધવા ની તલપ હતી , અને અંતે વ્યક્તિગત જીવન કરતાં મોટા હેતુ સાથે જીવન જોડવાની ઇચ્છા હતી.
૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ વડનગરમાં જન્મેલો નરેન્દ્ર નામનો બાળક કદાચ તે સમયે કલ્પના પણ ન કરી શક્યો હોય કે તેનું જીવન એક દિવસ ભારત ના જાહેર જીવન ની સૌથી ચર્ચિત જીવન કથાઓમાંનું એક બનશે , પરંતુ કોઈ પણ જીવન ની મોટી કહાની એક જ દિવસમાં લખાતી નથી , તે નાના-નાના અનુભવોમાંથી બને છે.
વડનગરની ગલીઓ થી શરૂ થયેલી આ લાંબી જીવન યાત્રાના નાયક, ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ૭૬ વર્ષ પૂર્ણ કરી ૭૭માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, આ વેળાએને અકિલા પરીવાર તરફ થી જન્મદિવસ ની આગોતરી હાર્દિક શુભેચ્છાઓ , ઈશ્વર તેમને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત દેશસેવા માટે શક્તિ આપે તેવી શુભકામનાઓ.
‘‘સંઘર્ષથી સંકલ્પ, સંકલ્પથી સાધના અને સાધના થી સેવા આ જીવનયાત્રાને જન્મદિવસે શત શત નમન.''
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
