<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

જામનગરમાં નરેન્‍દ્રભાઇનું જનમેદનીએ ઉમળકાભેર સ્‍વાગત કર્યુ : દેશપ્રેમ છવાયો

પશ્ચિમ બંગાળ સહિત અન્‍ય રાજયના લોકોએ પણ વડાપ્રધાનને આવકાર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આગમનને લઈ જામનગરના લાલ બંગલો ખાતે યોજાયેલ જનસભા સ્‍થળે ભારે ઉત્‍સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્‍યો હતો. પヘમિ બંગાળ સહિત દેશના અન્‍ય રાજ્‍યોના લોકો વડાપ્રધાનશ્રીને આવકારવા મોટી સંખ્‍યામાં લાલ બંગલો સર્કલ ખાતે

ઉપસ્‍થિત રહ્યા હતા. પરંપરાગત વેશભૂષા, દેશભક્‍તિના નારા અને સાંસ્‍કળતિક રંગોથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમના ભાવથી ગુંજી ઉઠ્‍યું હતું.

જનસભા સ્‍થળે પંજાબ સહિત દેશના અન્‍ય રાજ્‍યો, જામનગરના વિવિધ સમાજના આગેવાનો, શહેર શ્રેષ્ઠીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિતના નાગરિકોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી વડાપ્રધાનશ્રી પ્રત્‍યેનો ઉત્‍સાહ વ્‍યક્‍ત કર્યો હતો. અને ૅએક ભારત શ્રેષ્ઠ ભારતૅનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું હતું. અનેક લોકોએ ૅભારત માતા કી જયૅ અને ૅવંદે માતરમૅ ના નારાઓ સાથે દેશભક્‍તિનો જુસ્‍સો પ્રગટાવ્‍યો હતો.

કીર્તિદાન ગઢવીના

ડાયરાએ જમાવ્‍યો રંગ

અભિવાદન સમારોહ દરમિયાન યોજાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્‍યાતનામ લોકસાહિત્‍યકાર અને કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીના ડાયરાએ વિશેષ આકર્ષણ જમાવ્‍યું હતું. લોકસંગીત અને સાહિત્‍યના સંગમ સમાન આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત લોકો ભારે ઉત્‍સાહ સાથે જોડાયા હતા.

કીર્તિદાનભાઈ ગઢવીએ પોતાના આગવા અંદાજમાં લોકગીતો, સાહિત્‍યિક રજૂઆતો અને સંગીતના સૂરોથી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને આવકાર આપ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સંસ્‍કળતિ અને લોકવારસાની અનોખી ઝલક જોવા મળી હતી.

ડાયરામાં રજૂ થયેલા લોકગીતો અને દેશભક્‍તિથી ઓતપ્રોત રજૂઆતને ઉપસ્‍થિત લોકોએ ભારે તાળીઓ અને જયઘોષ સાથે વધાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ સાંસ્‍કળતિક રંગોથી છલકાઈ ઉઠ્‍યું હતું અને લોકો મંત્રમુગ્‍ધ બની ગયા હતા.

વડાપ્રધાન મોદીના આગમનને લઈને જામનગરમાં રાજકીય સાથે સાંસ્‍કળતિક ઉત્‍સવનો માહોલ સર્જાયો છે, જેમાં ગુજરાતના જાણીતા કલાકારો પોતાની આગવી કલાત્‍મક અભિવ્‍યક્‍તિ દ્વારા શહેરની શોભા વધારી  છે.

કાર્યક્રમમાં રાજ્‍યના વન અને પર્યાવરણ, ક્‍લાઇમેટ ચેન્‍જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી, જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, અગ્રણી બીનાબેન કોઠારી, મહામંત્રીઓ સર્વ વિજયસિંહ જેઠવા, મળગેશ દવે, ભાવેશ ઠુમ્‍મર, પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો વગેરેએ ઉપસ્‍થિત રહી વડાપ્રધાનનું સ્‍વાગત કર્યું હતું.

જામનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આગમને લઇ શહેરમાં ભારે ઉત્‍સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ અવસરે પヘમિ બંગાળની આવરી નામની દીકરીએ વડાપ્રધાનશ્રીનું સુંદર પેન્‍સિલ પોટ્રેટ બનાવી પોતાની કલાની પ્રતિભા વ્‍યકત કરી હતી.

લાલબંગલો સર્કલ ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના અભિવાદન સમારોહમાં પરિવાર સાથે ઉપસ્‍થિત રહેલી યુવતિએ હાથથી તૈયાર કરેલું સ્‍કેચ રજુ કરતા લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું હતું. વડાપ્રધાનશ્રી પ્રત્‍યેનો લાગણીસભર સન્‍માન અને દેશપ્રેમ યુવતીની આ કૃતિમાં ઝળહળી ઉઠયો હતો.

સ્‍થળ ઉપર ઉપસ્‍થિત લોકોએ યુવતીની કલાને બિરદાવી હતી. વડાપ્રધાનશ્રીના આગમનને લઇ જનસભા સ્‍થળે દેશભકિત અને ઉત્‍સાહભર્યો માહોલ જોવા મળ્‍યો હતો.

(12:25 PM IST)