તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Friday, 15th May 2026
પીએમ મોદી આજથી પાંચ દેશોના ઐતિહાસિક પ્રવાસે
ઊર્જા સુરક્ષા, ગ્રીન ટેકનોલોજી અને વૈશ્વિક વ્યૂહાત્મક સંબંધોના નવા યુગની શરૂઆત કરવા ભારત તૈયાર : યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીમાં વ્યૂહાત્મક તાકાતનો પરચો આપશેઃ અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કરશે

નવી દિલ્હી, તા.૧૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક અત્યંત મહત્વકાંક્ષી પાંચ દેશોના પ્રવાસે રવાના થયા છે, જે ભારતની વૈશ્વિક રાજનીતિમાં વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરે છે. આ પ્રવાસના પ્રથમ પડાવ તરીકે પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત પહોંચશે, જ્યાં રણની ધરતી પર ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય લખાશે. આ મુલાકાત દરમિયાન તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. આ બેઠક માત્ર ઔપચારિકતા નથી, પરંતુ ભારતની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટેની એક મોટી વ્યૂહાત્મક ચાલ છે, જેમાં પેટ્રોલિયમ સંગ્રહ અને એલપીજી સપ્લાય અંગેના મહત્વના એમઓયુ પર મહોર લાગવાની પૂરેપૂરી શકયતા છે.
યુએઈ બાદ પીએમ મોદી યુરોપના ચાર પ્રભાવશાળી દેશોની મુલાકાત લેશે, જેમાં નેધરલેન્ડ બીજા સ્થાને છે. વર્ષ ૨૦૧૭ પછીની આ તેમની બીજી સત્તાવાર મુલાકાત છે, જ્યાં તેઓ ડચ શાહી પરિવાર અને નેતળત્વ સાથે ગ્રીન ગ્રોથ અને આધુનિક કળષિ તકનીકો પર ચર્ચા કરશે. આ મુલાકાત ભારત માટે યુરોપિયન યુનિયનના બજારમાં પ્રવેશવા માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર સાબિત થશે. જળ વ્યવસ્થાપન અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં નેધરલેન્ડની નિપુણતાનો લાભ ભારત મેળવવા માંગે છે, જે પીએમ મોદીના એજન્ડામાં ટોચ પર છે.
સ્વીડન અને નોર્વેના પ્રવાસ દરમિયાન ભારતની નજર આધુનિક સંરક્ષણ પ્રણાલી અને નોર્ડિક દેશોના ઇનોવેશન પર રહેશે. સ્વીડનના ગોથેનબર્ગમાં પીએમ મોદી યુરોપના ટોચના ઉદ્યોગપતિઓ સાથે ‘રાઉન્ડટેબલ' બેઠક કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં વિદેશી રોકાણને આકર્ષવાનો છે. નોર્વેમાં યોજાનારી ભારત-નોર્ડિક સમિટ ભારત માટે ઉત્તર ધ્રુવીય ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સંશોધન અને ક્લાયમેટ ચેન્જ સામેના જંગમાં સહયોગ વધારવાની એક સુવર્ણ તક પૂરી પાડશે. આ દેશો સાથેની ભાગીદારી ભારતને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.
પ્રવાસના અંતિમ તબક્કામાં પીએમ મોદી ઇટાલીની મુલાકાત લેશે, જ્યાં વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની સાથેની તેમની રસપ્રદ કેમિસ્ટ્રી અને દ્વિપક્ષીય વાટાઘાટો પર આખા વિશ્વની નજર રહેશે. સંરક્ષણ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને આર્થિક સહયોગ આ મુલાકાતના મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે. આમ, પીએમ મોદીનો આ છ દિવસીય વાયુવેગી પ્રવાસ પヘમિ એશિયા અને યુરોપ સાથે ભારતના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે અને ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે પ્રસ્થાપિત કરશે
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
